શ્રીલંકાને 165 રને હરાવી ભારતનો પ્રથમ ટેસ્ટમાં વિજય

ગાલે ટેસ્ટ પર ટીમ ઈન્ડિયાનો કબજો થઈ ચૂક્યો છે. અહી રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું છે. આ શાનદાર જીતથી 2 ટેસ્ટની…

ગાલે ટેસ્ટ પર ટીમ ઈન્ડિયાનો કબજો થઈ ચૂક્યો છે. અહી રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું છે. આ શાનદાર જીતથી 2 ટેસ્ટની સીરિઝમાં ભારતે 1-0થી લીડ બનાવી લીધી છે. 600મી ટેસ્ટ હોવાના કારણે ગાલેમાં મળનારી જીત ભારતીય ટીમ માટે શાનદાર હતી. ગાલે ટેસ્ટને જીતવા માટે ભારતે 372 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેનો પીછો કરવામાં શ્રીલંકાની ટીમ અસફળ રહી હતી.હવે બંને દેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં શરુ થશે. ગોલ ટેસ્ટની શરુઆત 15 ઓગસ્ટથી થઈ હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી ટેસ્ટ મેચ હતી. જેની શરુઆત 15 ઓગ્સ્ટથી થઈ હતી. પહેલી વખત આવું 2014માં થયું હતુ. ત્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 15 ઓગસ્ટના રોજ શરુ થયેલી ટેસ્ટ મેચમાં ભારતને 244 રનના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલી વખત છે.

જ્યારે 15 ઓગસ્ટના શરુ થયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીતનો સ્વાદ ચાખ્યો છે. ગોલ ટેસ્ટમાં ભારતે 165 રનથી જીત નોંધાવી હતી. ભારતે શ્રીલંકાની સામે 372 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. તેનો પીછો કરતા 206 રન જ બનાવી શકી અને મેચ હારી હતી. ટીમ ઈન્ડિયાને 9 વર્ષ પછી ગોલમાં ટેસ્ટ મેચ રમી અને જીત મેળવી છે. આ પહેલા 2017માં અહી રમાયેલી ટેસ્ટમાં જીત મેળવી હતી.આજીતની સાથે ગોલમાં હવે ભારતની જીત અને હારનો હિસાબ બરાબર થયો છે. માનવ સુથારે ફક્ત બે ટેસ્ટ મેચ રમી હોવા છતાં, તે લાંબી રેસનો ખેલાડી સાબિત થયો છે. શ્રીલંકા સામે ગાલે ટેસ્ટમાં સુથારે ભારે તબાહી મચાવી હતી. આ ડાબોડી સ્પિનરે ગાલેમાં કુલ 10 વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી.

સુથારની શાનદાર બોલિંગે ટીમ ઇન્ડિયાને 165 રનથી મેચ જીતવામાં મદદ કરી હતી. માનવ સુથારે ગોલ ટેસ્ટમાં 10 વિકેટ લઈ 18 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. માનવ સુથાર શ્રીલંકામાં સૌથી શાનદાર બોલિંગ કરનાર ભારતીય ટેસ્ટ બોલર બની ગયો છે. આ પહેલા હરભજન સિંહના નામે આ રેકોર્ડ હતો. તેમણે 2008માં શ્રીલંકા વિરુદ્ધ 160 રન આપી 10 વિકેટ લીધી હતી. હવે માનવ સુથારે આ મેચમાં 153 રન આપી 1 વિકેટ લીધી હતી. માનવ સુથાર આ સાથે સાથે વિદેશી ધરતી પર ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનાર સૌથી યુવા ભારતીય સ્પિનર પણ બની ગયો છે.માનવે પ્રદર્શનની દ્રષ્ટિએ જાડેજા અને કુલદીપ યાદવ જેવા અનુભવી બોલરોને પાછળ છોડી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *