ICC ટૂર્નામેન્ટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વાર ટક્કર, ભારતની એક જીત

2000 અને 2021માં ન્યૂઝીલેન્ડ જીત્યું હતું ભારતે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું. બીજી તરફ…

2000 અને 2021માં ન્યૂઝીલેન્ડ જીત્યું હતું

ભારતે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું. બીજી તરફ ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ખિતાબ માટે ટક્કર જોવા મળશે.જો ICC ટુર્નામેન્ટની ફાઇનલના ઇતિહાસ પર નજર કરીએ તો ભારત અને ન્યુઝીલેન્ડ ત્રણ વખત આમને-સામને આવી ચૂક્યા છે. આ મુકાબલાઓમાં ન્યુઝીલેન્ડે બે વખત જીત મેળવી છે, જ્યારે ભારતે એક વખત જીતનો સ્વાદ ચાખ્યો છે. એટલે આ રેકોર્ડ પણ ફાઇનલ પહેલા ચર્ચાનો વિષય બન્યો છે.બંને ટીમો વચ્ચે પ્રથમ ICC ફાઇનલ વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરીને 265 રન બનાવ્યા હતા.

જોકે ન્યુઝીલેન્ડે મજબૂત બેટિંગ સાથે 49.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરીને ચાર વિકેટથી જીત મેળવી હતી અને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ ફાઇનલમાં ફરી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ મેચમાં પણ ન્યુઝીલેન્ડે જ જીત મેળવી હતી. તેણે ભારતને 8 વિકેટથી હરાવીને ટેસ્ટ ક્રિકેટના પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો. વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ફરી એક વખત બંને ટીમો વચ્ચે ખિતાબ માટે જંગ જોવા મળ્યો હતો. દુબઈમાં રમાયેલી આ મેચમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરીને ભારત સામે 252 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જવાબમાં ભારતે સારૂૂ પ્રદર્શન કરીને 49 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને જીત મેળવી અને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *