રાસાયણિક ખાતરમાં વધારો ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન : શક્તિસિંહ ગોહિલ

રાજકોટમાં સંવિધાનના માનમાં એક વિશાળ રેલી કોંગ્રેસ અને NSUI દ્વારા કાઢવામા આવી હતી મશાલ રેલીમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ, NSUI રાષ્ટ્રીય અધ્યક્ષ વરૂણ…

રાજકોટમાં સંવિધાનના માનમાં એક વિશાળ રેલી કોંગ્રેસ અને NSUI દ્વારા કાઢવામા આવી હતી મશાલ રેલીમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ, NSUI રાષ્ટ્રીય અધ્યક્ષ વરૂણ ચૌધરી જોડાયા હતા. આ રેલીમા બન્ને નેતાએ ભાજપ સરકારને ખેડુતો અને બંધારણ વિરોધી ગણાવી આકરા પ્રહાર કર્યા હતા.

રાજકોટમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીની આગેવાનીમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં NSUI ના કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, સંવિધાનની વાત, મહાત્મા ગાંધીજીના વિચારો અને બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના માન રૂૂપે આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપે હંમેશા બાબા સાહેબનો વિરોધ કર્યો છે. હાલમાં જ અમિત શાહે પણ રાજ્યસભામાં બાબા સાહેબનું અપમાન કર્યું છે.

આ સાથે જ ઇફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં 250 રૂૂપિયાના ભાવ વધારા મામલે શક્તિસિંહે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. મત જોઇતા હતા ત્યારે એમ કહ્યું કે, ખેડૂતોની આવક ડબલ કરીશું. તેની જગ્યાએ ખેડૂતોના ખર્ચ ડબલ થયા છે. 2014માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 1500 રૂૂપિયામાં 20 કિલો કપાસ વેચાતો હતો. 10 વર્ષ પાછી ભાવ ડબલ તો ઠીક હતો એનાથી પણ ઘટ્યો છે. 2014માં મગફળી 1400 રૂૂપિયે વેચાઈ હતી. તેની સામે અત્યારે 1000-1100 રૂૂપિયા વેચાય છે. ૠજઝ નું મારણ અને રાસાયણિક ખાતરમાં વધારો ખેડૂત માટે પડ્યા પર પાટુ સમાન છે. આ ભાવ વધારો ખેડૂતો માટે સાંખી લેવાય એમ નથી.

રેલીમાં NSUI ના ઓલ ઇન્ડિયાના પ્રમુખ સહિત આગેવાનો જોડાયા
NSUI ના ઓલ ઇન્ડીયાના પ્રમુખ વરૂણ ચૌધરી પણ આ માર્ચમા હાજર રહયા હતા. તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી, મુકેશભાઇ ચાવડા, ડો. રાજદિપસિંહ જાડેજા, નીતિન ભંડેરી, મહેશભાઇ રાજપૂત, ડી. પી. મકવાણા તેમજ ગાયત્રીબા વાઘેલા, બ્રિજરાજસિંહ રાણા – શહેર પ્રમુખ, મહિલા કોંગ્રેસના પ્રમુખ-દિપ્તીબેન સોલંકી, રવિ જીતીયા, અલ્પેશ સાધરીયા, હરપાલસિંહ જાડેજા, પ્રદિપ ડોડીયા, અંકિત સોંદરવા, પ્રિન્સ બગડા, મહિપાલ ચૌહાણ, ગૌરવ ખિમસુરીયા તેમજ શકિત સુપર-સી ના ચેરમેન વૈશાલીબેન શિંદે તેમજ ઓલ ઇન્ડિયા NSUI ના સંયોજક દિવ્યાબા રાજપૂત, હિરલબા રાઠોડ, દિપુબેન રાવ્યા, મયુરીબેન પુરોહિત, ભાવનાબેન વિગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *