પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ વિકાસ કામોની ભેટ આપશે
રાજકોટ શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.28/03/2026ને શનિવારના રોજ પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. શહેરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવા તેમજ નાગરિક સુવિધાઓ વધારવા માટે કુલ રૂૂ. 632.13 કરોડના 44 વિવિધ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા પૂર્ણ થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ તથા નવા વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો અમલમાં આવતા શહેરના અનેક વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે અને નાગરિકોને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
લોકાર્પણ થનાર પ્રકલ્પો રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂૂ. 88.25 કરોડના 4 મહત્વપૂર્ણ પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રકલ્પો શહેરમાં વધતી વસ્તી અને વિસ્તરતા વિસ્તારમાં આધુનિક સુએજ ટ્રીટમેન્ટ અને પાણી સંગ્રહ સુવિધા મજબૂત બનાવશે., રૈયાધાર ખાતે 23 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂૂ. 33.30 કરોડના ખર્ચે રૈયાધાર ખાતે હાલના 56 MLD STP પાસે 23 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
આ પ્રકલ્પમાં 5 વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કાર્યરત થતા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા વધશે તથા પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂૂપ બનશે., ઘંટેશ્વર વિસ્તાર માટે 15 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂૂ. 30.85 કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તાર માટે 15 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. સાથે 5 વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રકલ્પથી નવા વિકસતા વિસ્તારોમાં સુએજ નિકાલની સુવિધા સુવ્યવસ્થિત બનશે., ઘંટેશ્વર વિસ્તાર માટે સીવેજ પમ્પીંગ સ્ટેશન અને પાઈપલાઈનનું કામ વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂૂ. 15.81 કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તારમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન-1 અને સીવેજ પમ્પીંગ સ્ટેશન-2 બનાવવામાં આવ્યા છે. સાથે રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી, પમ્પીંગ મશીનરી SITC તેમજ પમ્પીંગ સ્ટેશન માટે 2 વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પથી વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા વધુ અસરકારક બનશે., રેલનગર હેડવર્ક્સ ખાતે 139 લાખ લીટર ક્ષમતાનો જી.એસ.આર. વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂૂ. 8.27 કરોડના ખર્ચે રેલનગર હેડવર્ક્સ ખાતે 139 લાખ લીટર ક્ષમતાનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (GSR) બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પથી પાણી સંગ્રહ ક્ષમતા વધશે અને શહેરના વિસ્તારોમાં પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ બનશે., આમ કુલ રૂૂ. 88.25 કરોડના 4 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.
ખાતમુહૂર્ત થનાર પ્રકલ્પો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસકાર્યો હાથ ધરવા માટે કુલ રૂૂ. 543.89 કરોડના 40 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો વિવિધ વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવશે. બાંધકામ વિભાગ દ્વારા શહેરના માર્ગો, નગર સુવિધાઓ, જાહેર ઈમારતો તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂૂ. 368.01 કરોડના કુલ 29 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામો પૂર્ણ થતા શહેરના માર્ગ નેટવર્કમાં સુધારો થશે તથા નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂૂ. 173.17 કરોડના 7 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો પૂર્ણ થતા નવા વિસ્તારોમાં પાણી પુરવઠો સુધરશે તથા હાલની વ્યવસ્થામાં ક્ષમતા વધારો થશે. ડ્રેનેજ વિભાગ દ્વારા રૂૂ. 1.96 કરોડના 3 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા વધુ મજબૂત બનશે અને વરસાદી પાણી તથા ગટર વ્યવસ્થામાં સુધારો થશે. રોશની વિભાગ દ્વારા રૂૂ. 75 લાખના 1 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પથી શહેરના માર્ગો તથા જાહેર સ્થળોએ પ્રકાશ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. આમ કુલ રૂૂ. 543.89 કરોડના 40 વિકાસપ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
