ગોંડલમાં જાહેર જાજરૂની અપૂરતી વ્યવસ્થાના કારણે લોકોને મુશ્કેલી

શહેરમાં પુરતા જાહેર જાજરૂના અભાવે વેપારીઓ ધંધાર્થીઓ અને ગ્રામ્ય જનતાને મુશ્કેલી પડી રહેલ છે. જાજરૂ મુતળીની પુરતી સુવિધા નહીં હોવાથી વેપારીઓ ધંધાર્થીઓને પોતાના વેપાર ધંધા…

શહેરમાં પુરતા જાહેર જાજરૂના અભાવે વેપારીઓ ધંધાર્થીઓ અને ગ્રામ્ય જનતાને મુશ્કેલી પડી રહેલ છે. જાજરૂ મુતળીની પુરતી સુવિધા નહીં હોવાથી વેપારીઓ ધંધાર્થીઓને પોતાના વેપાર ધંધા મુકી દૂર સુધી જવું પડે છે.
શહેરમાં અમુક જગ્યાએ મુતરડી, શૌચાલયની વ્યવસ્થા છે. પણ અનેક વેપારી વિસ્તારો અને બજારોમાં પુરતા જાહેર જાજરૂ મુતરડીની વ્યવસ્થા નહી હોવાથી વેપારીઓ ધંધાર્થીઓ અને સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી રહી છે.
શહેર તાલુકાનું મહત્વનું સ્થળ છે. અનેબજારોમાં ખરીદી માટે ગ્રામ્ય જનતા ઉપરાંત વેરાવળ-શાપર વગેરે ઔદ્યોગિક વિસ્તારોમાંથી પણ હજારો લોકોની અવર જવર થાય છે.

બજારોમાં જાહેર જાજરૂ મુતરડીથી પુરતી વ્યવસ્થા નહીં હોવાથી મુશ્કેલી પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે આવતી મહિલાઓને ખુબ જ મુશ્કેલી પડી રહી છે.શહેરમાં જે વિસ્તારોમાં જાહેર જાજરૂ અને મુતરડીની વ્યવસ્થા છે ત્યાં પણ નિયમિત સફાઈ થતી ન હોવાથી દુર્ગંધ ફેલાય છે. અને રોગચાળાનો ભય રહે છે.

ગુંદાળા દરવાજા, ત્રણ ખૂણિયા, જેલ ચોક, કોલેજ ચોક, ટાઉન હોલ મુતરડીની સફાઈ થતી નથી

શહેરના ટાઉન હોલ તેમજ ગુંદાળા દરવાજા, ત્રણ ખુણિયા, જેલચોક, કોલેજ ચોક સહિત વિસ્તારમાં જાહેર મુતરડી છે. પણ ત્યાં નીયમીત સફાઈ થતી ન હોવાથી લોકોની ફરિયાદ છે. શહેરની મધ્યામાં જ આવેલી આ મુતરડીનો વેપારી ઓ નગરજનો કરી રહ્યા છે. ત્યારે આ મુતરડીની નિયમીત સફાઈની વ્યવસ્થા થાય તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *