જસદણના વડોદ ગામે દારૂૂના નશામાં ગાળો બોલતા શખ્સને પ્રોઢાએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી નસેડી શખ્સે ઝઘડો કરી પ્રોઢા ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રોઢાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જસદણ તાલુકાના વડોદ ગામે રહેતા રામુબેન ખીમાભાઈ ચાવડા નામના 55 વર્ષના પ્રોઢા બે દિવસ પૂરે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે લાલભાઈ ઓળકીયા નામના શખ્સે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર લાલભાઈ ઓળકીયા દારૂૂના નશામાં ગાળો બોલતો હતો. જેથી રામુબેન ચાવડાએ ગાળો બોલવાની ના પાડતા લાલભાઈ ઓળકીયાએ ગાળો બોલવાની ના પાડતા માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
