વડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતી કેરોસીન છાંટી સળગી

યુવતીને સારવારમાં ખસેડાઈ વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ગૃહકલેહને કારણે એક યુવતીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે…

યુવતીને સારવારમાં ખસેડાઈ

વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ગૃહકલેહને કારણે એક યુવતીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગઈકાલે સવારે 9 વાગ્યાના સમય દરમિયાન વડીયામાં રહેતા મીલનબેન રવીભાઈ રાવરાણી (ઉ.વ.31) પોતાના ઘરે હતી. તે સમયે તેમના બે બાળકો નાસ્તા બાબતે તોફાન કરતા હોવાથી મીલનબેન તેમને ખીજાઈ રહી હતી.

આ દરમિયાન મીલનબેનના મોટા સસરા રાજુભાઈએ તેમના સાસુને કહ્યું હતું. કે આ છોકરાઓને ખીજાઈ છે તો તેને માવતરે મૂકી આવો આ વાતથી મીલનબેનને લાગી આવતા ઘરમાં પડેલું કેરોસીનનું ડબલું લઈને તેમણે પોતાના શરીર પર છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. જેના પરિણામે તેગંભીર રીતે દાઝી ગયા હતા.ઘટના બાદ જાણ થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *