શાપરમાં મંગેતરને કુંવારી માતા બનાવી ભાવિ ભરથાર થયો રફુચકકર: નવજાત બાળકીનું મોત

રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળમા રહેતા શ્રમિક પરિવારની યુવતીની એક વર્ષ પુર્વે સગાઇ થઇ હતી. સગાઇ બાદ ભાવી ભરથારે મંગતર ઉપર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી…

રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળમા રહેતા શ્રમિક પરિવારની યુવતીની એક વર્ષ પુર્વે સગાઇ થઇ હતી. સગાઇ બાદ ભાવી ભરથારે મંગતર ઉપર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો અને છેલ્લા 6 મહિનાથી ભાવી ભરથાર નાસી છુટયો છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ચાર દિવસ પુર્વે જ રાજકોટ ઝનાના હોસ્પિટલમા બાળકીને જન્મ આપ્યો હતો. નવજાત બાળકીનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ છે. ભાવી ભરથારે મંગેતરને કુવારી માતા બનાવી રફુચકકર થયાનો બનાવ પ્રકાશમા આવતા ખળભળાટ મચી ગયો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમા રહેતા ઉતરપ્રદેશના પરિવારની ર0 વર્ષની યુવતીને ગત સોમવારે પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જયા કુવારી યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. સારવાર દરમિયાન નવજાત બાળકીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા ગમગીની છવાઇ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ ઝનાના હોસ્પિટલમા દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમા કુવારી માતા બનેલી યુવતી મુળ ઉતરપ્રદેશની વતની છે અને હાલ શાપર વેરાવળમા પરિવાર સાથે રહે છે. એકાદ વર્ષ પહેલા યુવતીની બિહારના સુજીત નામના યુવક સાથે સગાઇ થઇ હતી. સગાઇ બાદ સુજીતે મંગેતર ઉપર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો. મંગેતરને ગર્ભ રહી જતા ભાવી ભરથાર છ માસ પુર્વે જ રફુચકકર થઇ ગયો હતો. ભાવી ભરથાર થકી ગર્ભ રહી જતા યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો અને જયા બાળકીનુ મોત નીપજયુ હોવાનુ ભોગ બનનાર યુવતીની માતાની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યુ છે.

ભોગ બનનાર ઉપર દારૂના નશામાં દુષ્કર્મ આચરનાર પિતાએ જેલમાં આપઘાત કર્યો’તો
ભાવી ભરથાર થકી કુવારી માતા બનીને યુવતી પર તેના પિતાએ દારૂના નશામા દુષ્કર્મ આચરી માર માર્યો હતો. જે અંગેની ભોગ બનનાર યુવતીની માતાએ તેના પતિ વિરૂધ્ધ પોલીસ દફતરે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે પોલીસે દારૂના નશામા પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાની ધરપકડ કરી ગોંડલ સબ જેલમા ધકેલવામા આવ્યો હતો. પુત્રી પર દુષ્કર્મ આચરવાના કેસમા જેલની સજા કાપતા નરાધમ પિતાએ ગોંડલ સબ જેલમા એસીડ પી આપઘાત કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *