કોટડાસાંગાણીના રામોદમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યું

કોટડાસાંગાણીના રામોદ ગામે રહેતાં યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં…

કોટડાસાંગાણીના રામોદ ગામે રહેતાં યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણીના રામોદ ગામે ખેત મજુરી અર્થે આવેલા નરેશ રમેશભાઈ કટિરા નામનો 35 વર્ષનો યુવાન વાડીએ હતો ત્યારે તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં નરેશ કટિરાએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન મુળ મધ્યપ્રદેશનો વતની છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં આટકોટમાં આવેલા કૈલાસનગરમાં રહેતી સંગીતાબેન નાગજીભાઈ રાઠોડ નામની 32 વર્ષની પરિણીતા સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કાકી ભારતીબેન સાથે નજીવા પ્રશ્ર્ને બોલાચાલી થતાં સગીતાબેને ફિનાઈલ પી લીધું હતું સંગીતાબેનને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *