રાજકોટમાં શેરબજારમાં ડૂબેલા યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં રહેતા યુવકના નાણા શેરબજારમાં ડૂબી જતાં યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું. યુવકના આપઘાતથી પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો…

રાજકોટમાં રહેતા યુવકના નાણા શેરબજારમાં ડૂબી જતાં યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું. યુવકના આપઘાતથી પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 40 ફૂટ રોડ પર આવેલી મુરલીધર સોસાયટીમાં રહેતા પ્રકાશ વલ્લભદાસ ગોંડલિયા નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના અરસામા ઝેરી પાવડર પી લીધો હતો.

યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રકાશ ગોંડલિયા બે ભાઇ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. પ્રકાશ ગોંડલિયા અગાઉ દુબઇ રીફાઇનરીમાં નોકરી કરતો હતો. પરંતુ કોરોના કાળ વખતે રીજેક્ટ થઇ જતાં બે વર્ષથી ઘરે બેઠા હતા.

પ્રકાશ ગોંડલિયાએ શેરબજારમાં રોકેલા નાણા ડૂબી જતાં ચિંતામાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *