શહેરી વિસ્તારોમાં નવા બનેલા રસ્તા ખોદવાની મનાઇ

  અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં નવા બનેલા રસ્તાઓને થોડા જ સમયમાં ટેલિકોમ, પાણી પુરવઠો અને અન્ય યુટિલિટી એજન્સીઓ દ્વારા ફરીથી ખોદી નાખવાની…

 

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં નવા બનેલા રસ્તાઓને થોડા જ સમયમાં ટેલિકોમ, પાણી પુરવઠો અને અન્ય યુટિલિટી એજન્સીઓ દ્વારા ફરીથી ખોદી નાખવાની વ્યાપક સમસ્યા સામે રાજ્ય સરકારે સખત પગલું ભર્યું છે. નાગરિકોની હાલાકી અટકાવવા માટે ગુજરાત સરકારે એક નવો યુનિફાઇડ સ્ટ્રીટ એન્જિનિયરિંગ મેન્યુઅલ જાહેર કર્યો છે, જે હેઠળ મ્યુનિસિપલ વિભાગો અને યુટિલિટી સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે ફરજિયાત સંકલન સુનિશ્ચિત કરવામાં આવશે.

નવા મેન્યુઅલના સેક્શન 2.1 મુજબ, હવે કોઈપણ રસ્તાનું બાંધકામ, પહોળું કરવા કે રિસર્ફેસિંગનું કામ હાથ ધરતા પહેલા છેલ્લા ત્રણ વર્ષના ભૂગર્ભ યુટિલિટીઝનો ઓડિટ રિપોર્ટ મેળવવો અનિવાર્ય રહેશે. મ્યુનિસિપલ એન્જિનિયરોએ પ્રમાણભૂત સર્વે ફોર્મેટનો ઉપયોગ કરીને પાણી પુરવઠો, સીવર લાઇન અને સ્ટોર્મ વોટર ડ્રેનેજની સ્થિતિ ચકાસવાની રહેશે. જો છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ અંડરગ્રાઉન્ડ લાઇન કે મેનહોલમાં વારંવાર સમસ્યા સર્જાઈ હોય, તો નવો રસ્તો બનાવતા પહેલા તેને સંપૂર્ણપણે બદલવું કે રીપેર કરવું પડશે.

આ ઉપરાંત, પ્રોજેક્ટના અંદાજો મંજૂર થાય તે પહેલાં સ્થાનિક સંસ્થાઓએ જી આઇ એસ આધારિત ડિજિટલ નકશો રજૂ કરવાનો રહેશે, જેમાં ગેસ પાઇપ લાઇન, પાવર કેબલ્સ, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક અને ડ્રેનેજ સિસ્ટમ જેવી તમામ ભૂગર્ભ માળખાકીય સુવિધાઓની વિગતો નોંધાયેલી હશે. નવા બનેલા રસ્તાઓને સુરક્ષિત રાખવા માટે, રોડ ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ દરમિયાન બાહ્ય એજન્સીઓને રસ્તા ખોદવાની પરવાનગી આપવામાં આવશે નહીં. ભવિષ્યમાં કેબલ કે યુટિલિટી મેન્ટેનન્સ માટે પહેલાથી નાખેલા ડક્ટ્સનો જ ઉપયોગ કરવો પડશે, જેથી નવા બનેલા રસ્તાઓ વારંવાર ખોદવાની જરૂૂરિયાત રહે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *