અમદાવાદના નરોડામાં પોલીસકર્મીની પત્નીએ પુત્રને ત્રીજા માળેથી ફેંકી પોતે પણ લગાવી મોતની છલાંગ, માનસિક બિમારીની ચાલતી હતી દવા

અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. આ…

અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃતક મહિલાના પતિ હાલ પોલીસમાં ફરજ બજાવે છે. આ ઘટનાને લીએન પરિવારમાં માતમ છવાયો છે અને સોસાયટીના રહેવાસીઓમાં પણ આઘાતમાં છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કુદીને એક મહિલાએ તેના પુત્ર સાથે કૂદીને આપઘાત કર્યો છે. મરનાર બાળકની ઉંમર સાત વર્ષની છે અને તેનું નામ રીધમ છે. જ્યારે તેની માતાનું નામ વિરાજબેન વાણીયા છે. આ ઘટના અંગેની પ્રાથમિક વિગતોમાં સ્થાનિક પોલીસને જાણવા મળ્યું છે કે, બાળક માનસિક બીમાર હતું, જ્યારે માતાની માનસિક બીમારીની દવા ચાલી રહી હતી. હાલ ક્યાં કારણસર આ બનાવ બન્યો છેતે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે. આજે સવારે અચાનક સોસાયટીમાં ત્રીજા માળથી નીચે કોઈ પટકાવ્યું હોય તેવો જોરદાર અવાજ આવતા લોકોના ટોળેટોળા એકઠા થયાં હતાં. બંને મૃતકોની લાશ નીચે પડી હતી. નીચે લોહીના ખાબોચિયા ભરાયા હતાં. આ દ્રશ્ય જોઇને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આસપાસના લોકો ભેગા થતા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો અનુસાર મરનારના પતિ હાલ હિંમતનગરના ડોગ્સ સ્ક્વોડમાં ફરજ બજાવે છે. તેમનું નામ મિતેશ વાણીયા હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *