મોરબીમાં 10-20ની નોટોના બંડલની લાલચ આપી 2.50 લાખની છેતરપિંડી

આંગડિયા મારફતે પૈસા મંગાવી લીધાની ફરિયાદ રવાપર ધુનડાના યુવકે નોંધાવી મોરબીમાં એક ઇસમેં ખોટું નામ ધારણ કરી ફરિયાદી સહિતનાઓ સાથે ઠગાઈ કરવાના ઈરાદે અલગ અલગ…

આંગડિયા મારફતે પૈસા મંગાવી લીધાની ફરિયાદ રવાપર ધુનડાના યુવકે નોંધાવી

મોરબીમાં એક ઇસમેં ખોટું નામ ધારણ કરી ફરિયાદી સહિતનાઓ સાથે ઠગાઈ કરવાના ઈરાદે અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી રૂૂ 10-20 ની નોટના બંડલો આપવાની લાલચ આપી રૂૂ 2.50 લાખ આંગડીયા મારફત મેળવી લઈને ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબીના રવાપર ઘુનડા રોડ જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઈ રતિલાલભાઈ દેત્રોજાએ આરોપી પંકજ કેશવજીભાઇ ફેફર રહે નવાગામ લખધીરનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 21-01 ના રોજ ફરિયાદી લાતીપ્લોટ શેરી નં 06 પાસે ગયા હતા ત્યારે અજાણ્યા મોબાઈલમાંથી ફોન આવ્યો અને તમને રૂૂ 10-20 ની નોટના કેટલા બંડલ જોઈએ છે કહીં નામથી બોલાવ્યો હતો જેથી તમે કેમ ઓળખો છો પૂછતાં તેને પરેશભાઈ મોજેરો ટાઈલ્સ વાળા બોલતા હોવાનું કહ્યું હતું જોકે ફરિયાદીને ઓળખાણ ના પડી હતી જેથી તેને કહ્યું હું બીજા ચેતનભાઈને ફોન લગાવતો હતો ભૂલથી તમને લાગી ગયો તમારે છુટા પૈસા જોઈતા હોય તો કહેજો જેથી તેને પૂછ્યું કેવી રીતે આપો છો કમીશન કેટલું લેશો તેને ઓળખીતા પાસેથી કમીશન થોડું લેવાનું હોય કહ્યું બાદમાં ફરિયાદીએ સાઢુભાઈ ભરતભાઈને ફોન કરી છુટા પૈસા માટે પૂછતાં તેને હા પાડી હતી.

અને આરોપીએ 10-20 ના છુટા પૈસાની એકાદ લાખની નોટ હોવાનું કહ્યું હતું તેને કસ્તુરી ગ્રીન રવાપર રોડ પર એ વિંગમાં આવી પૈસા આપી જાવ અને બાદમાં ફોન કરી હાલ આર આર અથવા સોમ કંચન આંગડીયા પેઢીમાંથી જયેશભાઈ નામનું અઢી લાખનું આંગળિયું શ્રીજી રોડ અમદાવાદ ખાતે કરી આપો જેથી એક વાગ્યા આસપાસ આંગળિયું કરાવ્યું અને બાદમાં કસ્તુરી ગ્રીન જવા નીકળ્યા રસ્તામાં ફરીવાર પરેશભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો કે આંગળિયું મળી ગયું છે તમે ઘરે જઈને ફોન કરાવજો એટલે માતા કે પત્ની તમને પૈસા આપી દેશે આરોપીએ આપેલા સરનામે પહોંચતા પરેશભાઈને ફોન કરતા ફોન લાગ્યો ના હતો અને આજુબાજુમાં પૂછપરછ કરતા આ નામની કોઈ વ્યક્તિને તેઓ ઓળખતા ના હતા અને મોબાઈલ નંબર અંગે તપાસ કરતા આરોપી અગાઉ તાલુકા પોલીસ મથકમાં પકડાઈ ચૂકેલ પંકજ ફેફર હોય જેને ખોટા નામે ફોન કરી લાલચ આપી આંગળિયું કરાવી ઠગાઈ કરેલ છે ફરિયાદી જેમ અન્ય નાગરિકો પણ તેની ઠગાઈનો ભોગ બન્યા છે મોરબી એ ડીવીઝન પોલીસે રૂૂ 2.50 લાખની ઠગાઈ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *