શહેરના ભાવનગર રોડ પર આવેલ મનહરપરા-1માં રહેતી મહિલાએ પુત્રીને ગળામાં કેન્સરની ગાંઠ આવતાં ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોક લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર રોડ પર બેડીપરા ફાયર બ્રિગેડ પાસે આવેલ મનહરપરા-1માં રહેતા વર્ષાબેન દિલીપભાઈ સાથલપરા (ઉ.47) પોતાના ઘરે હતાં ત્યારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં વર્ષાબેનની 17 વર્ષની પુત્રી બંસીબેનને ગળામાં કેન્સરની ગાંઠ આવતાં વર્ષાબેને પુત્રીની ચિંતામાં આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં નવા ગામમાં રહેતાં સાહીલકુમાર ગોવિંદકુમાર પટેલ નામના 17 વર્ષના સગીરે કોઈ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. સગીરને બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
