ભાવનગરમાં ઇસ્કોન મેગાસિટીમાં રહેતા પરિવારે પ્રેમલગ્ન કરનાર દીકરી જમાઈ અને પરિવારને ઘરે જમવા બોલાવી જમાઈ સહિત તેના માતા-પિતાને માર મારી પોતાની દીકરીનું અપહરણ કરી લઈ જઈ ધમકી આપ્યાની સસરા સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
ભાવનગરમાં ચકચાર મચાવનાર આ બનાવની વિગત એવી છે કે ગઢડા તાલુકાના રસનાળ ગામે રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા યશ હિતેશભાઈ ઉપાધ્યાય ઉ.વ.24 નામના યુવાન એ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ભાવનગર શહેરના ઇસ્કોન મેગાસિટીમાં રહેતા તેના સસરા પર્વતભાઈ ખોડાભાઈ મોરડીયા તથા તેના ઘરના સભ્યોએ તેમની દીકરી સાથે કરેલ પ્રેમ લગ્નની દાજ રાખી તેમને તેમના ઘરે જમવા બોલાવી તેના ઘરે જ મને તથા મારા માતા-પિતાને માર મારી પોતાની દીકરી( મારી પત્ની) પ્રિયાનું બળજબરીથી લઈ જઈ અપહરણ કરેલ આ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ યશ ઉપાધ્યાયવે ફરિયાદમાં જણાવેલ કે ઈસ્કોન મેગાસિટીમાં રહેતા પર્વતમભાઈ ખોડાભાઈ મોરડીયાની દીકરી પ્રિયા સાથે ઇન્સ્ટાગ્રામ સોસીયલ મીડિયા મારફત પરિચય થયા બાદ પ્રેમ થયેલ અને એક મહિના પહેલા તેઓએ લગ્ન કર્યા હતા અને સુરત ગયા હતા અને ત્યાં હોટલમાં રહેતા હતા જે પર્વતભાઈ તથા તેના પરના સભ્યોને પસંદ ના હોય તેઓ તથા તેમના મળતીયાઓ દ્વારા ફોન કરીને તેમને બોલાવતા હતા.
દરમિયાન 15 દિવસ પહેલા તેના સસરા પર્વતભાઈ તેમજ તેના સબંધીઓ રસનાળ તેમના ઘરે ગયા હતા અને તેના પિતા સાથે સમાધાનની વાત કરીને ઘરે જમ્યા પણ હતા.
બાદ તેમના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપેલ ત્યારબાદ તેના પિતા એ પણ તેને કહેતા ગઈકાલે તા.23ના રોજ યસ, તેના પત્ની પ્રિયા તથા તેના માતા-પિતા સાથે તેના સાસરે પર્વતભાઈના ઇસ્કોન મેગાસિટીના ઘરે જમવા ગયેલ. તેના ઘરે જતા થોડી વારમાં બારણા બંધ કરી પર્વતભાઈ ઉપરાંત હિતેશ મોરડીયા તેમજ મારી પત્નીના મામા, ફુવા તથા ત્રણ અજાણ્યા શખ્સોએ મને ઢીકાપાટુનો માર મારેલ અને મારા માતા-પિતાને પાઈપ વડે મારમારી ઇજા કરેલ અને કહેલ કે આજ તમારો જમણવાર હતો. દરમ્યાન મારી પત્ની પ્રિયાને બળજબરીથી અપહરણ કરી લઇ ગયેલ. પોલીસે બનાવ અંગે વધુ તપાસ ધરી છે.
