દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (છઈંક) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંતભાઈ અંબાણી પધાર્યા હતા. તેઓએ આશુતોષ ભગવાન સોમનાથના ભાવપૂર્વક દર્શન કરીને પૂજન સામગ્રી અર્પણ કરી હતી.
આ પ્રસંગે અનંતભાઈ અંબાણી એ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો.
તેઓએ મહાપૂજા નો સંકલ્પ કરી સોમનાથજીને પૂજા સામગ્રી અર્પણ કરી હતી.
ભક્તિભાવ સાથે તેઓએ રાષ્ટ્રની ઉન્નતિ અને લોકકલ્યાણ માટે મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા.
મુખ્ય મંદિરમાં દર્શન કર્યા બાદ, અનંતભાઈ એ સમુદ્ર કિનારે જઈ સૂર્યનારાયણના પણ દર્શન કર્યા હતા અને પ્રકૃતિ સાથે જોડાયેલા આ દિવ્ય તીર્થધામની શાંતિનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ તેઓએ શ્રી કપર્દી વિનાયક ગણેશજીના મંદિરે જઈ વિઘ્નહર્તા ગણેશ જી ના આશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ અનંતભાઈ અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટ તરફથી તેમને સ્મૃતિચિહ્ન તરીકે સોમનાથ મહાદેવનું ચિત્ર અને મહાદેવનો પવિત્ર પ્રસાદ અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે સોમનાથ તીર્થ માં યાત્રી સુવિધાઓની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહેલ છે.ત્યારે યાત્રિલક્ષી પ્રકલ્પો માટે તેઓએ ₹ 05 કરોડ શિવાર્પણ કરેલ હતા
