આરોપીએ જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી
કોઠારીયા સોલવન્ટમાં હરિદ્વાર સોસાયટીમાં રહેતી પુજાબેન કિશોરભાઈ મકવાણા(ઉ.વ.22)ના ભાઈ સુમિતને મેતરાજની બહેન સાથે મિત્રતા હોય અને બંને ફોનમાં વાતો કરતા હોય જે મામલે મેતરાજને જાણ થઈ જતા મેતરાજ અને તેમના સાગરીત માઈકલ,હિતેશ ઉર્ફે ઘઉં અને અનિલે પૂજાબેન અને તેમના મામાના મિત્ર મિલનભાઈને બેફામ માર મારી ઊંઘી કુહાડી ઝીંકી હતી.આ ઘટનામાં આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગઈ તા.16/10 ના રાત્રીના હું તથા માતા તથા નાનો ભાઈ અરમાન અમારા ઘરે સુતા હતા ત્યારે અમારા ઘરનો દરવાજો કોઈ જોર-જોર થી ખખડાવવા લાગેલ અને જેથી અમો બધા જાગી ગયેલ અને મે કહેલ કે,કોણ છો તમારે કોનુ કામ છે? તો સામે કહેલ કે દરવાજો ખોલો નહીં તો દરવાજો તોડી નાખશુ એમ કહી જોર-જોર થી દરવાજા પર પાટાઓ મારતા દરવાજાનું હેંડલ તુટી ગયેલ અને સામે મેતરાજ, માયકલ, હિતેશભાઈ ઉર્ફે ઘઉં અને અનીલ અમારા ઘરની સામે ઉભા હતા અને મને તથા મારા ઘરના સભ્યોને જેમ-ફાવે તેમ બોલતા હતા જેથી હું તથા મારી માતા બહાર આવેલ અને તેમને બોલાચાલી કરવાની ના પાડતા માયકલ તથા મેતરાજ મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
જેથી મારા નાનાભાઈ અરમાને મારા મામા જલ્પેશભાઈ ઝાલાને ફોન કરી બનાવની વાત કરતા મારા મામા જલ્પેશભાઈએ તેમના મિત્ર મિલનભાઈને વાત કરતા તેઓ તાત્કાલીક અમારા ઘરે આવી ગયેલ અને તેઓ મને છોડાવવા વચ્ચે પડતા આ ચારેય મિલનભાઈને ગાળો બોલવા લાગેલ અને અનીલ અને હિતેશ મિલનભાઈને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને મેતરાજ મિલનભાઈને પકડી રાખેલ તેવામાં માયકલ કુહાડી લઈને આવેલ અને ઉંધી કુહાડીનો ઘા મીલનભાઈના જમણા હાથના હથેળીના પાછળના પોંચાના ભાગે મારી દેતા મુંઢ ઈજા પહોંચાડેલ હતી અને મને આ માયકલ અને મેતરાજે ધમકી મારેલ કે તારા ભાઈ સુમીતને જાનથી મારી નાખશુ અને તને લઈ જઈ અને બાદ આજુબાજુના માણસો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી ભાગી ગયા હતા.આ બનાવનું કારણ નાના ભાઈ સુમીત અને મેતરાજની બહેન સાથે મિત્રતા હોય અને ફોનમાં વાતચીત કરતા હોય આ બાબતની જાણ મેતરાજને થઈ ગઈ હોય જેથી આરોપીઓએ હુમલો કર્યો હતો.
