કોઠારિયા સોલવન્ટમાં શિતળાધાર 25 વારિયામાં રહેતા પિન્ટુભાઈ વિશ્વેશ્વર શાહ (ઉ.વ.39)નો પુત્ર રવિ સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે સોમવારી બજાર ભરાય છે તેની નજીક ખુલ્લા પ્લોટમાં નિલેશ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ઉભો રાખી છરી બતાવી 28 હજારની કિંમતનું ભગવાનની મૂર્તિ સાથેનું ચગદુ લૂંટી લઇ ગાળો દઈ ધમકી આપ્યા બાદ બીજા દિવસે પણ મારકૂટ કરી ધમકી આપતા આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પિન્ટુભાઈએ પોલીસને જણાવ્યું કે તે મજૂરી કામ કરે છે. સંતાનમાં એક પુત્ર રવિ (ઉ.વ.15) છે જે ધો. 8માં અભ્યાસ કરે છે.ગઇકાલે તે તે કામ પર ગયા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી તેના પુત્ર રવિએ કોલ કરી હું સોમવારી બજારથી આગળ પટમાં સાયકલ લઈને જતો હતો ત્યારે આરોપી નીલેશ અને તેની સાથેના અજાણ્યા શખ્સે ઉભો રાખી છરી બતાવી ગળામાં પહેરેલુ ભગવાનની મૂર્તિવાળુ ચગદુ લૂંટ કરી હતી. અત્યારે હું સોમવારી બજાર ભેરાય છે ત્યાં ઉભો છું તેમ કહેતાં તે ત્યાં પહોંચ્યા હતા.
જ્યાં તેના પુત્રએ જણાવ્યું હતું કે તે ઘરેથી સાયકલ લઈને કારખાને આવતો હતો ત્યારે શેરી પુરી થાય છે ત્યાં ખાલી પટ પાસે બંને આરોપીએ ઉભો રખાવ્યા બાદ સાયકલ નીચે ઉતારી સાયકલ દૂર ફેંકી દઈ ઢસડીને થોડે દૂર લઇ જઈ છરી બતાવી શાંતિથી ઉભો રહેજે. નહીંતર તને આ છરી વડે મારી નાખીશ કહી ગળામાં પહેરેલ રૂૂા. 28 હજારની કિંમતનું ચગદુ દોરો કાપી લૂંટ કરી ભાગી ગયા હતા. પુત્રની આ વાત સાંભળ્યા બાદ તે પટમાં ગયા હતા પરંતુ કોઇ જોવા મળ્યું ન હતું.
ત્યારબાદ આજે રવિની પરીક્ષા હોવાથી તે સવારે સ્કૂલે ગયો હતો. તેણે પરત ઘરે આવી વાત કરી હતી કે આજે પણ તે સ્કૂલે જતો હતો ત્યારે બંને આરોપીએ ગાળો દઈ સાયકલ પરથી કાલના બનાવની કોઇને જાણ કરીશ તો તને જીવતો નહીં રહેવા દઉં કહી મારકૂટ કરવા લાગ્યા હતા. જેથી આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
