કાલાવડમાં યુવક 100 ફૂટની ઉંચાઈએથી પેરાશૂટ સાથે વીજવાયર પર પટકાયો

અચાનક લેન્ડિંગ કરનાર કોણ ?, વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી જામનગરના ગ્રામ્ય વિસ્તાર કાલવડ પંથકમાં બે દિવસ પહેલા બનેલી એક અસામાન્ય પેરાશૂટ દુર્ઘટના…

અચાનક લેન્ડિંગ કરનાર કોણ ?, વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી

જામનગરના ગ્રામ્ય વિસ્તાર કાલવડ પંથકમાં બે દિવસ પહેલા બનેલી એક અસામાન્ય પેરાશૂટ દુર્ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના હેલીપેડ સોસાયટી નજીક બની હતી, જ્યાં એક યુવક 100 ફૂટની ઊંચાઈએથી પેરાશૂટ સાથે અચાનક નીચે પટકાયો હતો અને વીજ વાયર પર ફસાઈ ગયો હતો. આ આશ્ચર્યજનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાથમિક માહિતી અનુસાર આ યુવક પેરાશૂટ સાથે આકાશમાં ઊંચાઈએ ઉડી રહ્યો હતો ત્યારે અચાનક કોઈ અકસ્માતના કારણે તે નીચે પડવા લાગ્યો હતો. સદભાગ્યે તેનો જીવ બચી ગયો હતો. વીજ વાયર પર પટકાયા બાદ તે પેરાશૂટ વાયરમાં ફસાઈ ગયો હતો. આ ઘટનામાં યુવકને ચમત્કારિક રીતે કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. તેને સામાન્ય માર થયો હતો, પરંતુ તબીબી સારવારની કોઈ ગંભીર જરૂૂર પડી ન હતી. ઘટના બાદ તરત જ તેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા હતા. આ યુવક કોણ હતો અને તે ક્યાંથી આવ્યો હતો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસ પણ આ વીડિયોને આધારે યુવકની શોધખોળ કરી રહી છે. જોકે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત ન થયો હોવાથી પોલીસે આ મામલે કોઈ મોટી કાર્યવાહી હાથ ધરી નથી. આ ઘટના જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે, જ્યાં એક તરફ આવી અજીબોગરીબ દુર્ઘટના બની તો બીજી તરફ યુવકનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *