જામનગરમા યુવકની બેંકની વિગત મેળવી યુવક સાથે 2.24 લાખની ઠગાઇ

શંકરટેકરી વિસ્તારનો યુવાન ઠગ ટોળકીનો શિકાર બન્યો જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતાં ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકી…

શંકરટેકરી વિસ્તારનો યુવાન ઠગ ટોળકીનો શિકાર બન્યો

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતાં ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકી નો શિકાર બન્યો હતો, અને તેના બેંક ખાતામાંથી રૂૂપિયા 2,24,627 ની રકમ ઉપાડી લીધા ની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને એક કારખાનામાં મજૂરી કામ કરતા કિશન અમૃતલાલ ગોંડલીયા નામના યુવાને સોશિયલ મીડિયા ના માધ્યમ થી મિસો એપ્લિકેશનમાં 629 રૂૂપિયા ની કિંમત નું પ્લાસ્ટિકનું ટેબલ મંગાવ્યું હતું.

જે અંગેનો ઓર્ડર કરીને પૈસા મોકલ્યા બાદ તે વસ્તુ આવી ન હતી, અને તેનો ઓર્ડર કેન્સલ થઈ ગયો હતો. જેથી ફરિયાદી યુવાન કિશને 89274 39209 નામના મોબાઈલ ધારક ને ફોન કર્યો હતો, અને પોતાના ઓર્ડર વિશે વાત કરી હતી.

દરમિયાન સામેથી પોતે કૃણાલ કુમાર બોલે છે, તેમ કહીને ફરી ઓર્ડર કરવા માટે એક ઓટીપી નંબર મોકલ્યો હતો, જે નંબર ના આધારે સાયબર ઠગ ટોળકીના સભ્યોએ ફરિયાદી યુવાનના બેંક ના ડેટા મેળવી લીધા હતા અને તેના બેન્ક ખાતામાંથી કટકે કટકે કુલ રૂૂપિયા 2.24 લાખની રકમ ઉપાડી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

પોતાની સાથે ચીટીંગ થઈ ગયું હોવાનું માલમ પડ્યા બાદ ફરીયાદી યુવાન કિસન ગોંડલીયા એ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથક નો સંપર્ક કર્યો હતો, અને પોતાની સાથે ચીટીંગ કરનાર કુણાલ કુમાર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે સીટી સી. ડિવિઝનના પી. આઈ. એન. બી. ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *