હુડકો કવાર્ટરમાં દાદાએ પૌત્રને ઢીકાપાટુનો માર માર્યો, છોડાવવા વચ્ચે પડેલી પુત્રવધૂનું ગળું દબાવ્યું

જામનગર રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતા નીલોફરબેન સમદભાઇ ખીયાણીને તેમના સસરા મોહમ્મદ હનીફભાઈએ ગળુ દબાવી અને તેમના 14 વર્ષના પુત્રને ઢીકાપાટુનો મારમાર્યાની ઘટના પોલીસમાં નોંધવામાં…

જામનગર રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતા નીલોફરબેન સમદભાઇ ખીયાણીને તેમના સસરા મોહમ્મદ હનીફભાઈએ ગળુ દબાવી અને તેમના 14 વર્ષના પુત્રને ઢીકાપાટુનો મારમાર્યાની ઘટના પોલીસમાં નોંધવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

નીલોફર બેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના પછી હાલ હયાત નથી.ગઇ તા.23/05ના રાત્રીના અગીયારેક વાગ્યા ની આસપાસ હુ મારા ઘરે હોઇ ત્યારે મારા સસરા મહમદહનીફ અબદુલ્લા ખીયાણી અમારા ઘર નીચે આવી જેમ ફાવે તેમ બોલવા લાગેલ જેથી મારો દિકરો તબરેજ નીચે ગયેલ તો તેને કહેવા લાગેલ કે તુ કેમ કઇ કામ ધંધો કરતો નથી. જેથી મારા દિકરા કહેલ કે હુ હજી નાનો છુ મારા કઇ કામ ના થાય જેથી મારા સસરા એકદમ ઉશ્કેરાઇ મારા દિકરા તબરેજ ને જેમા ફાવે તેમ ભુંડી ગાળો આપવા લાગેલ અને પકડી ઢીકા પાટુ નો મારમારવા લાગ્યા હતા.

જેથી હુ તરત જ નીચે જઇ મારા દિકરા તબરેજ ને છોડાવા જતા મને પણ માર મારવા લાગેલ અને મારૂૂ ગળુ પકડી મને કહેવા લાગેલ કે આજ તો તને જાન થી મારી નાખવી છે. એવુ કહેવા લાગેલ જેથી મારી નણંદ વહીદાબેન તથા કૌશરબેન વચ્ચે છોડવા આવતા તેને પણ મારા સસરા માર મારવા લાગેલ હોય તો સસરા મહમદહનીફ અબદુલ્લા ખીયાણી મારા દિકરા તબરેજ ને ગાળો આપી માર મારેલ છે તથા મને માર મારી ગળુ દબાવી જાન થી મારી નાખવાની ધમકી આપી તેમજ મારા બન્ને નણંદ વહીદાબેન તથા કૌશરબેન વચ્ચે છોડાવા આવતા તેમને પણ મુંઢ માર મારેલ છે.આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *