ગોંડલમાં વાળના ધંધામાં ખોટ આવતા પત્નીએ પતિને બેહરમીથી માર માર્યો, પ્રાઇવેટ પાર્ટમાં ઇજા

ગોંડલમાં વાળના ધંધામાં ખોટ આવતા ભાવ મુદ્દે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિને બેહરમીથી માર માર્યો હતો. યુવકને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર…

ગોંડલમાં વાળના ધંધામાં ખોટ આવતા ભાવ મુદ્દે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિને બેહરમીથી માર માર્યો હતો. યુવકને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં વોરાકોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતા મહેશ સુરેશભાઇ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન પંદર દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે તેની પત્ની શોભનાબેન મકવાણાએ ઝઘડો કરી માર માર્યો હતો. મહેશ મકવાણાને પ્રાઇવેટ પાર્ટ પર ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત યુવાન અને હુમલાખોર તેની પત્ની બંને વાળનો ધંધો કરે છે વાળનો રૂા.10,500 ભાવ હતો. તેના બદલે મહેશેે રૂા.11,500માં વાળ ખરીદીયા હતા. જેના કારણે રૂા.3000ની ખોટ આવતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિને માર મારતા પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *