ગંજીવાડામાં ધો. 12ના વિદ્યાર્થીએ મગજ ભમતા એસિડ પી લીધું

શહેરમા ગંજીવાડા વિસ્તારમા રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા વિધાર્થીએ મગજ ભમતા એસીડ પી લીધુ હતુ. સગીરને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો…

શહેરમા ગંજીવાડા વિસ્તારમા રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા વિધાર્થીએ મગજ ભમતા એસીડ પી લીધુ હતુ. સગીરને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. ગંજીવાડામા રહેતા અને ધો. 1ર મા અભ્યાસ કરતા દિવ્યેશ અમૃતભાઇ વાઘેલા નામનો 17 વર્ષનો સગીર પોતાનાં ઘરે હતો. ત્યારે એસીડ પી લીધુ હતુ. સગીરને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક તપાસમા દિવ્યેશ વાઘેલાને છેલ્લા 3 દિવસથી મગજ ભમતો હોવાથી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત જુદા જુદા 3 સ્થળે સગીરા, યુવતી અને પરણીતાએ જવલનશીલ પ્રવાહી પી લીધુ હોવાની ઘટના સામે આવી છે જેમા માલ્યાસણ ગામે રહેતી સોફીયાબેન મોહંમદભાઇ સોલંકી (ઉ.વ. 17 ) એ ફીનાઇલ, હુડકો ચોકડી પાસે શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ એરીયામા રહેતી રેશ્માબેન સીતારામભાઇ ચૌહાણ (ઉ.વ. 18) એ શેમ્પુ અને રાજકોટનાં જારીયા ગામે રહેતી મીનાબેન અલ્કેશભાઇ મકવાણા (ઉ.વ. ર6) એ ઝેરી દવા પી લીધી હતી. સગીરા, યુવતી અને પરણીતાને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *