યાત્રાધામ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી ભુંમાફીયા સરકારી પડતર જગ્યા ઉપર પથ્થરો નાખી ધિમેધિમે કબજો જમાવ્યા મંડ્યા છે. અમુક ભુમાફીયાઓએ તો સરકારી જગ્યામાં બંગલા તેમજ પાકા બાંધકામો કરી શોરૂૂમો કરી ભાડે પણ દૈઇ દિધા હોવાનું શહેરમાં ચર્ચાય રહ્યું છે. સરકારી લાખો ફુટ જગ્યા જેની કિમત કરોડો રૂૂપિયા થાય તે તંત્રને ધ્યાને આવ્તું નથી ? તંત્ર માત્ર નાના વ્યતિઓ જે ઝુપડપટી અને લારીઓ વારાને હટાવી ડીમોલેશનથી કામગીરી બતાવી રહ્યું છે.
દ્વારકામાં બે દિવસ થયા એસડીએમ અને પાલીકા તંત્ર પોલીસની સયૂક્ત ટીમે ગત સાંજે સુદામાંસેતુ પાસે ઉભતા લારી ગલ્લા વારાઓને હટાવી જગ્યા ખુલ્લી કરી હતી. તેમજ આજ સવારથી દ્વારકાના હાઇવે ઈસ્કોનગેટ થી રબારીગેટ તરફ રસ્તે ફુટપારી ઉપર ચરો માટલા તેમજ અન્ય કપડાના સ્ટોલો હતા તેઓને હટાવા સુચનાઓ આપી હતી. જેઓએ સ્વચ્છાએ નતા હટાવ્યા તેઓના કાચા ઝુપડાઓ અને મંડપો જેસીબી દ્વારા ડીમોલેશન કરી જગ્યા ખુલ્લી કરી હતી. તેમજ પીવીએમ ગલ્સ સ્કુલ થી મામલતદાર ઓફિસ તરફ જવાના રસ્તે ભિક્ષુંકો કાચા ઝુંપડા બનાવી વસવાટ કરતા હતા તેઓના ઝુંપડા તંત્ર દ્વારા હટાવ્યા હતા.
હાલતો ભિક્ષુંકો ઝુંપડા પડી ગયેલ હોવાથી કડકડતી ઠંડીમાં ભિક્ષુંકો રણાકના આસરાવિના અધિરા બની ગયા છે. ઉલ્લેખીયન છેકે દ્વારકા શહેરમાં તંત્રએ જ્યારે જ્યારે ડીમોલેશની કામગીરી હાથ ધરી ત્યારે કાચા ઝુંપડ પટીમાં રહેતા નાના ગરીબ માણસો અને લારી ગલ્લા વારાઓને જ ટાર્ગેડ કર્યા છે. જગત મંદિર આસપાસ તેમજ શહેરમાં તેમજ હાઇવે ઉપર અનેક મસ મોટા દબાણો પણ છે. ત્યારે તંત્રના બેવાળા ધોરણોથી નાનાં ગરીબ લોકોનો જ ભોગ બની રહ્યા છે. શહેરમાં સરકારી લાખો ફુટ જગ્યામાં ભુમાફિઓએ દબાણો કરેલ છે. તેના ઉપર તંત્ર ક્યારે એકશન લેશે તે જોવાનું રહ્યું.