ઓનલાઇન પોર્ટલ મારફતે એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો વેપાર કરતા વેપારીઓને ટાર્ગેટ કરી વિદેશમાં મોટો નફો અપાવવાની લાલચ આપી ઠગાઈ આચરાતી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભુજના વેપારી સાથે યુ.એસ.એ અને ડેનમાર્કમાં ચોખા એક્સપોર્ટ કરવાની લાલચ આપી અલગ-અલગ ચાર્જ તથા ટેક્ષના નામે 2.15 કરોડ રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતા ભુજ બોર્ડર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ નેત્રાના અને હાલ ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક આઈયા એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી મહેશકુમાર ચત્રભુજભાઈ મોતાએ 15 આરોપી સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તેમણે એક્સપોર્ટ-ઈમ્પોર્ટના બિઝનેસ માટે ગુગલ પર સર્ચ કર્યા બાદ ઓનલાઈન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ દરમિયાન દિલ્હી સ્થિત ‘એકાંશ ગ્લોબલ પ્રાઇવેટ લિમીટેડ’ નામની કંપનીના પ્રતિનિધિઓ (પ્રિયંકા, અરવિંદકુમાર, અંકુશ, આકાંક્ષા, પ્રિયા, લલિત વગેરે) એ વેપારીનો સંપર્ક કર્યો હતો.
તેમણે વિદેશના મોટા ખરીદનાર અપાવી ચોખાના નિકાસમાં મોટી કમાણી કરાવી આપવાની ખાતરી આપી હતી.ત્યારબાદ,યુએસએની કંપની સાથે ચોખાના સપ્લાયનું મોટો ઓર્ડર નક્કી કરાવ્યો હતો. આ ડીલ પૂર્ણ કરવા માટે સર્ટીફિકેટ મેળવવા, કસ્ટમ ક્લિયરન્સ, ડોક્યુમેન્ટ ચાર્જિસ અને ટેક્ષના બહાને વેપારી પાસેથી ટુકડે ટુકડે અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં ઓનલાઈન રૂૂપિયા 2,00,28,577 મેળવી લીધા હતા.સમગ્ર મામલે પોલીસે તમામ આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઠગ ટોળકીએ વેપારીનો વિશ્વાસ જીતવા શરૂૂઆતમાં કાનપુર ખાતે 2 ટન ચોખાની ડોમેસ્ટિક ડીલ કરાવી તેના પૂરા રૂૂ. 1.35 લાખ વેપારીના ખાતામાં જમા કર્યા હતા, ત્યારબાદ ડેનમાર્ક એમ્બેસી અને બાયરના નામે 54 લાખના ટેક્ષમાંથી બચાવવા 15 લાખમાં સેટલમેન્ટની વાત કરી હતી.
ફરિયાદી પાસેથી રકમ મેળવવા અમદાવાદના અગોરા મોલ પાસે બુરખાધારી મહિલાને મોકલીને રોકડા રૂૂપિયા લેવડાવી લીધા હતા. પેમેન્ટ રિલીઝ ન થતાં પૂછપરછ કરાતી ત્યારે યુદ્ધ ચાલુ હોવાથી પેમેન્ટ અટકેલું છે જેવા બહાના બતાવ્યા હતા.
એકાંશ ગ્લોબલ કંપનીની પૂર્વ કર્મચારી પૂજા નામની મહિલાએ ફરિયાદીને ફોન કરીને ખુલાસો કર્યો કે આ કંપની બોગસ છે અને છેતરપિંડી કરે છે. તેણે આ કૌભાંડમાં સામેલ મુખ્ય સૂત્રધારો (વિવેક પાંડે, સારૂૂ યાદવ વગેરે)ના ફોટો અને ગાડીના નંબર ઉક 9 ઈઇઉ 8802 મોકલતા કૌભાંડ પરથી પડદો ઊંચકાયો હતો. સાયબર ઠગો વેપારીઓને જાળમાં ફસાવવા ઓનલાઈન ડેટા ચોરી કરી બિઝનેસ વેબસાઈટ્સ પરથી વેપારીઓની વિગતો મેળવીને સંપર્ક કરે છે. શરૂૂઆતમાં નાની ડીલનું સાચું પેમેન્ટ આપીને વેપારીનો વિશ્વાસ જીતી બાદમાં બોગસ સર્ટીફિકેટ અને એમ્બેસીનો ડર બતાવી સર્ટીફિકેટ, ટેક્ષ ક્લિયરન્સ અને એમ્બેસી ચાર્જના નામે તબક્કાવાર લાખો રૂૂપિયા ટ્રાન્સફર કરાવે છે.પોલીસથી બચવા માટે આરોપીઓ હવાલા અને સીધો રોકડ વ્યવહાર કરે છે.
