શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતા યુવાને દારુ પીવડાવવાનુ કહેતા નશેડી મીત્રોએ ઝઘડો કરી છુટો મોબાઇલ માર્યો હતો યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમા રહેતો દીપક પોપટભાઇ નામનો 3ર વર્ષનો યુવાન પોતાનાં ઘર પાસે હતો ત્યારે ભુરો સહીતનાં શખ્સોએ ઝઘડો કરી મોબાઇલ વડે માર માર્યો હતો યુવકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો પ્રાથમીક તપાસમા ઇજાગ્રસ્ત અને હુમલાખોર બધા મીત્રો છે ઇજાગ્રસ્ત યુવાન હુમલાખોરોને દારુ પીવડાવતો હતો જેથી ગઇકાલે ઇજાગ્રસ્ત યુવાને હુમલાખોરને તુ મને આજે દારુ પીવડાવ તેમ કહેતા માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમા રેલનગર વિસ્તારમા આવેલ લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપમા રહેતા પ્રકાશભાઇ હરીભાઇ વાઢેર (ઉ. વ. 47 ) રાત્રીનાં એકાદ વાગ્યાનાં અરસામા પોતાનુ બાઇક લઇને માધાપર ચોકડીથી રામાપીર ચોકડી તરફ જઇ રહયા હતા ત્યારે અજાણ્યા સ્કોર્પીયો ચાલકને જોઇને ડ્રાઇવીંગ કરવાનુ કહેતા અજાણ્યા ર્સ્કોપીયોનાં ચાલકે ઝઘડો કરી માર માર્યો હતો પ્રોઢને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
