શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા યુવાન ઉપર માસીયાઇ ભાઇએ છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા મેઇન રોડ પર સુખસાગર હોલ પાછળ રહેતો સંજય મીઠાભાઇ પરમાર (ઉ.વ.32) નામનો યુવાન આજે સવારે સુખસાગર હોલ પાસે હતો ત્યારે તેના માસીયાઇ ભાઇ સતીષ ભરતભાઇ સોલંકીએ કોઇ કારણસર ઝઘડો કરી છરી વડે હુમલો કરતા પીઠના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
