કોટડા સાંગાણીના આણંદપર નવાગામમાં યુવકે દારૂના રૂપિયા નહીં આપતા યુવક પર હુમલો

વિરપુરમાં યુવાન ઉપર ચાર શખ્સો ધોકા-પાઈપ વડે તૂટી પડ્યા કોટડાસાંગાણીના આણંદપર નવાગામના યુવક પાસે બે શખ્સોએ દારૂના પૈસા માંગ્યા હતાં. યુવાને પૈસા આપવાની ના પાડતાં…

વિરપુરમાં યુવાન ઉપર ચાર શખ્સો ધોકા-પાઈપ વડે તૂટી પડ્યા

કોટડાસાંગાણીના આણંદપર નવાગામના યુવક પાસે બે શખ્સોએ દારૂના પૈસા માંગ્યા હતાં. યુવાને પૈસા આપવાની ના પાડતાં બન્ને શખ્સોએ યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણીના આણંદપર નવાગામમાં રહેતા મનસુખ સોમજીભાઈ જાંબુકીયા (ઉ.37) મધરાત્રે આણંદપર ખાતે હતો ત્યારે દિપક અને સંજય નામના શખ્સોએ દારૂના નશામાં રૂપિયા માંગ્યા હતાં. યુવાને રૂપિયા નહીં આપતાં બન્ને શખ્સોએ ધોકા વડે માર મારી રૂા.1500ની લુંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

બીજા બનાવમાં ગોંડલમાં આવેલી સૈનિક સોસાયટીમાં રહેતો નિલેશ ધીરૂભાઈ રાઠોડ નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના અરસામાં વિરપુર બસ સ્ટેશન પાસે હતો ત્યારે મનસુખ અને કિશન સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *