મનપા દ્વારા ડોર ટુ ડોર આરોગ્યની તપાસણી
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરિણામે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.
તેના કારણે રોગચાળા નું પ્રમાણ પણ વધવા લાગ્યું છે.જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા ઘરે ઘરે સર્વેક્ષણની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.
કુલ 1ર4 ટીમો દ્વારા 48,001 ઘરો ની મુલાકાત કરવામાં આવી હતી.
આ દરમિયાન 419 દર્દી ઓ તાવ, શરદી, ઉધરસ.ના મળી આવ્યા હતાં. મચ્છરોના ઉપદ્રવને અંકુશમાં લેવા ફોગીંગ, જંતુનાશક દવા છંટકાવ કામગીરી કરવામાં આવી હતી.
મિશ્ર ઋતુના કારણે ઘરે-ઘરે બીમારીનું પ્રમાણ વધતા સરકારી-ખાનવી દવાખાના-હોસ્પિટલો માં દર્દીઓ ની બેકાબૂ ભીડ જોવા મળે છે. આથી રોગચાળા ને અંકુશમાં લેવા માટે શહેરના 13 આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યું છે.છેલ્લા એક અઠવાડિયામાં 834 આરોગ્ય કર્મચારીની 124 ટીમ દ્વારા 48,001 ઘરની મુલાકાત કરવામાં આવી હતી જેમાંથી તાવ, શરદી, ઉધરસના 419 દર્દીઓ મળી અવ્યા હતા.
