કાલાવડના જસાપર-નિકાવા ગામે દોઢેક વર્ષથી વિલંબમાં પડેલ બ્રીજના કામ તાત્કાલિક શરૂ કરો

રાજકોટ-જામનગર ને જોડતા કાલાવડ સ્ટેટ હાઇવે રોડ ઉપર જશાપર ગામ પાસે આવેલ નદી ઉપર આવેલ બ્રીજ/પુલ નું કામ કાજ છેલ્લા દોઢેક વર્ષથી મંજુર થઈ ગયેલ…

રાજકોટ-જામનગર ને જોડતા કાલાવડ સ્ટેટ હાઇવે રોડ ઉપર જશાપર ગામ પાસે આવેલ નદી ઉપર આવેલ બ્રીજ/પુલ નું કામ કાજ છેલ્લા દોઢેક વર્ષથી મંજુર થઈ ગયેલ હોય તેમ છતા શા માટે કરવામાં આવતુ નથી, આખરે આ મંજુર થયેલ કામ શા માટે રોકવામાં આવી રહયુ છે, એવી શું પરીસ્થિતી ઉભી થઈ રહી છે કે આ કામકાજ શરૂૂ કરવામાં આવતુ નથી વધુ મા જે પી મારવિયા એ પત્ર દ્વારા જણાવ્યું કે એવુ દેખાઈ આવે છે કે આ સ્ટેટ હાઇવે ઉપર આવેલ જશાપર અને નિકાવા એમ બંને ગામની નદી ઉપર આવેલ બ્રિજ જેનું કામકાજ છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં પડેલ છે, હાલમાં આજે આ પુલ ઉપર ખરાબ હાલતમાં ખાડા ખબડાઓ પડી ગયેલ છે તેમજ આ જશાપર ગામનો પુલ સાવ સાંકડો હોવાથી તેની ઉપર સામસામે વાહનોની અવર જવર થતી હોય ત્યારે ખુબજ જીવલેણ અને જોખમ કારક પરિસ્થિતી ઉભી થતી જોવા મળે છે જેના કારણે ગંભીર અકસ્માત પણ થવાનો ભય રહે છે.

આમ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસની મોટી મોટી વાતો કરતા નેતાઓને આ લેખીત નોટીસ આપી પ્રેસ મિડિયાના માધ્યમથી પુછવુ છે કે આજે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીની સતા ભાજપની છે છતા પણ આ બંને કાલાવડ તાલુકાના ગામના બ્રીજનું કામકાજ શરૂૂ થાય તેવુ શું નથી ઈચ્છતી ? .,….શું વિકાસને વેગ આપવા નથી માગતી ?…. આમ આ રોડ ઉપર જો કોઈ મોટો અકસ્માત કે નુકશાન અથવા તો ગંભીર જાન હાની ઉભી થાય પછી કામકાજ શરૂૂ કરવા માગે છે? ….આમ આવા અનેક પ્રશ્નો ઉભા થાય છે અને જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય કે જીવલેણ અકસ્માત અણ બનાવ બનશે તેની શું રાહ જોવાઈ રહી છે તો શું તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે કે પછી આમ જનતાની ….આથી તાત્કાલીકના ધોરણે આ બ્રીજનું કામકાજ શરૂૂ કરવામાં આવે, અને જો આ બ્રીજનું કામકાજ ટુંક સમયમાં કરવામાં નહી આવે તો તા. 11-1-2026ના રોજ રાજકોટ-કાલાવડ રોડ બંધ કરી રસ્તા રોકોનું આંદોલન કરવામાં આવશે અને આ દિવસે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે ત્યારે હાઇવે રોડ બંધ કરી વિરોધ કરવામાં આવશે. તેમજ નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટમાં આગમન વેળાએ રસ્તા રોકો આંદોલન કરી રાજકોટ – કાલાવડ સ્ટેટ હાઈવે બંધ કરી વિરોધ કરવામાં આવશે તેવી આખરે ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *