‘હું જિંદગીથી કંટાળી ગયો છું’ પિતાને કોલ કરી રતનપરના યુવાને ઝેરી દવા પીધી

મોરબી રોડ પર રતનપર ગામમાં રૂમ ભાડે રાખી રહેતા જેતપુરના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…

મોરબી રોડ પર રતનપર ગામમાં રૂમ ભાડે રાખી રહેતા જેતપુરના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવનુ કારણ જાણવા પોલીસે તેમના પરિવારજનોનુું નિવેદન લીધુ હતું.

વધુ વિગતો મુજબ જેતપુરના ખોડપરા વિસ્તારમાં રહેતા અને હાલ રાજકોટમાં મોરબી રોડ પર રતનપર ગામે રૂમ રાખી મારવાડી યનિવર્સિટીમાં નોકરી કરતા ભૌતિક મહેન્દ્રભાઇ ગોહેલ (દરજી) (ઉ.વ.21)એ પોતાના રૂમે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવ્યો છે.

આ અંગે પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે, ભૌતિકે તેમના પિતાને ફોન કરી હું જીદંગીથી કંટાળી ગયો છું તેમ કહી ફોન કાપી ઝેરી દવા પી લીધી હતી. ભૌતિક બે ભાઇમાં નાનો હોવાનુ જાણવા મળ્યુ છે. જયારે બીજા બનાવમાં ભોમેશ્ર્વર શેરી નં.2માં રહેતા કુબેરાબેન નામના મહિલાએ રાત્રીના સમયે માથાના દુખાવાથી કંટાળી બીમારીની વધુ પડતી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમના પતિ ચાનો વેપાર કરતા હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *