આદિત્યાણામાં ગેરકાયદે વેંચાતા બાયોડિઝલના વેપલાનો પર્દાફાશ, 23.80 લાખનો મુદ્દામાલ કબજે

આદિત્યાણા વિસ્તારમાં સિમેન્ટ ફેક્ટરી સામે આવેલી રાધે રાધે એન્ટરપ્રાઈઝના સ્થળે પોલીસે ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂૂ. 23.80 લાખથી વધુનો…

આદિત્યાણા વિસ્તારમાં સિમેન્ટ ફેક્ટરી સામે આવેલી રાધે રાધે એન્ટરપ્રાઈઝના સ્થળે પોલીસે ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂૂ. 23.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે.પોલીસ તપાસ દરમિયાન, સ્થળ પરના એક ટેન્કમાંથી આશરે 12,000 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂૂ. 8,64,000 છે. આ ઉપરાંત, એક ટ્રકની ટાંકીમાંથી ભરેલું 350 લીટર પેટ્રોલિયમ પ્રવાહી પણ જપ્ત કરાયું હતું, જેની કિંમત રૂૂ. 25,200 આંકવામાં આવી છે.

જપ્ત કરાયેલા અન્ય મુદ્દામાલમાં રૂૂ. 10,00,000ની કિંમતનો એક ટ્રક, રૂૂ. 1,00,000ની રોયલ ઇન્ફિલ્ડ મોટરસાયકલ (નં. GJ-25-AG-9089), રૂૂ. 25,000નું ડિસ્પેન્સર મશીન, રૂૂ.1,50,000નો લોખંડનો સ્ટોરેજ ટાંકો, રૂૂ.13,500ની ઇલેક્ટ્રિક મોટર અને અંગઝડતીમાંથી મળેલા રૂૂ.1,41,820 રોકડાનો સમાવેશ થાય છે.વધુમાં, રૂૂ. 30,000ના છ મોબાઇલ ફોન, રૂૂ.10,000નું કેશ કાઉન્ટર મશીન, લોખંડના અને પ્લાસ્ટિકના બેરલ, પ્લાસ્ટિકના ટાંકા, ખાલી ડોલ, માપિયા, વિવિધ પાઈપો, હોસ પાઈપ, નળીઓ, બેરલની ડંકી, ચાર નાની ડાયરીઓ, નોટબુક અને વીજળીના બિલ સહિતનો સામાન પણ કબજે લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂૂ.23,80,420 થાય છે.

આ કેસમાં કરશન એભાભાઈ ઓડેદરા, અરશી ભીમાભાઈ ઓડેદરા, કાંધલ રામદેવભાઈ કડછા, આશિષ રામજીભાઈ વરવાડીયા અને મશરી નાગાભાઈ ઓડેદરા સહિત કુલ છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરત મુળુભાઈ મોઢવાડીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પ્રવાહીના સંગ્રહ અને વિતરણ અંગે ગંભીર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવાહી ક્યાંથી લાવવામાં આવતું હતું અને ક્યાં વિતરણ કરવામાં આવતું હતું તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *