સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ખનન : વઢવાણ નજીકથી ચાર ડમ્પર ઝડપાયા

વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખોલડીયાદ પાસેથી 4 ડમ્પરને ઝડપી…

વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખોલડીયાદ પાસેથી 4 ડમ્પરને ઝડપી લીધા હતા. જેમાં 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આમ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગરકાયદે રીતે થતી ચોરી આમ બની છે. ત્યારે ગુરૂૂવારે વઢવાણ પ્રાંત ટીમે મોડી રાતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામ પાસે વઢવાણ પ્રાંત ટીમે રાતે કાર્યવાહી કરી હતી. જેની મળતી વિગત મુજબ વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુળા તથા તેમની ટીમના અનિરૂૂદ્ધસિંહ ચાવડા, અનિરૂૂદ્ધસિંહ નકુમ, ક્રિપાલસિંહ, પ્રતિપાલસિંહ ડોડીયા સહિતની સંયુક્ત ટીમ વોચમાં હતી.

આ સમયે ખોલાડીયાદ હાઇવે ઉપર ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનોની ચેકિંગ કાર્યવાહી હાથ શરૂૂ કરી હતી. જેમાં કુલ 4 બ્લેક ટ્રેપ ભરેલ ઓવરલોડ તેમજ રોયલ્ટી પાસ પરમીટ વગરના ડમ્પરો પકડ્યા હતા. આ ચેકિંગમાં આશરે કુલ 1.75 કરોડનો મુદ્દાાલ મામલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે . ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા સમયથી ગેરકાયદે ખનીજના વહનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *