કાચા-પાકા ઝૂંપડા અને સ્લેબ સહિતનાં પાકા બાંધકામો પર મામલતદારનું બુલડોઝર ફર્યુ
રાજકોટ શહેરમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે શહેરના દક્ષિણ વિસ્તારમાં ‘ડ્રાઈવ’ યોજી કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ મવડી-કણકોટ રોડ, સર્વે નંબર 194 સરકારી પડતર જમીન પર કાચા-પાકા ઝૂંપડા, ઈંટોનું ચણતર અને સ્લેબ જેવા ગેરકાયદે બાંધકામોનો સફાયો કરી અંદાજે 4500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત આશરે રૂૂપિયા 15 કરોડ વધુ ગણાવાય છે.
આ ઓપરેશનમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિવિધ વિભાગોનું સંકલન કરવામાં આવ્યું હતુ. મહેસૂલ વિભાગમાંથી મામલતદાર (રાજકોટ શહેર દક્ષિણ), સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર અને તલાટીઓની ટીમ. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલ્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
