PGVCL દ્વારા મંગળવારથી ‘મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ’નો બીજો રાઉન્ડ

પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં રૂા.50 હજારથી વધુ વીજબીલ બાકી હોય તેવા ગ્રાહકોના વીજજોડાણો કાપવાનો એક રાઉન્ડ પુરો થયા બાદ હવે આગામી તા.17ને મંગળવારથી મેગા ડીસ-કનેકશન ડ્રાઇવનો…

પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં રૂા.50 હજારથી વધુ વીજબીલ બાકી હોય તેવા ગ્રાહકોના વીજજોડાણો કાપવાનો એક રાઉન્ડ પુરો થયા બાદ હવે આગામી તા.17ને મંગળવારથી મેગા ડીસ-કનેકશન ડ્રાઇવનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવનાર છે.

પીજીવીસીએલની યાદી મુજબ વીજ ગ્રાહકોને જણાવવાનું કે, સક્ષ અધિકારીની સૂચના અનુસાર તા. 17.03.2026 ના રોજ તમામ સબડીવીઝન ઓફિસોમાં મેગા ડીસ-કનેકશ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. સદર મેગા ડીસ-કનેકશન ડ્રાઈવ દરમ્યાન વીજબિલનાં બાકીલેણાં વાળા ગ્રાહકો વીજજોડાણોને ફક્ત ડીસકનેકશન જ કરવામાં આવશે. સ્થળ પર વીજ બીલના નાણાં સ્વીકારવામાં આવશે નહીં. બા બીલના નાણાં સબડીવીઝન ઓફિસ પર આવીને 100% બીલની રકમ ભરપાઈ કરવાની રહેશે તેમજ નિયમ અનુસાર 4 કનેકશન ચાર્જ વસૂલી થયા બાદ જ આવાં કપાયેલાં વીજજોડાણ પુન: ચાલુ કરવામાં આવશે.

ગ્રાહકોને બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલીક ધોરણે તા.15.03.2026 પહેલા ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે જેથી પાવર બંધ થવાથી થતી તકલીફ તથા વધારા ભરવા પડતા ચાર્જ માંથી મુક્ત રહી શકાય.
ઉપરાંત વીજ બીલના નાણાંની કેશલેસ ચુકવણી કરવા અંગે વીજ કંપની દ્વારા પૂરાં પાડવામાં આવેલ વિવિધ માધ્યમો જેમકે, (1) ઈ.સી.એસ. (ECS), (2) ડેબીટ કાર્ડ/કેડીટ કાર્ડ (કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM,, (3) પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતેના POS મશીન દ્વારા, (4) કંપનીની વેબસાઇટWWW. PGVCL.COM મારફત UPI મોડથી, (5) ઇન્સ્ટા પેમેન્ટ / ઈ-વોલેટ, (6) ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઇટ મારફત (7) એ.ટી.એમ. મશીન (HDFC / ICICI / BOB બેંકોના), (8)RTGS/NEFT. દ્વારા પણ વીજબીલની ચુકવણી કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *