જેતપુરની મહિલા બુટલેગરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

રાજકોટ જીલ્લામાં અસામાજીક તત્વોની વિરૂૂધ્ધમાં કરવાની કાર્યવાહી અનુસંધાને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહીલાનું ગેર કાયદેસર બાંધકામ તોડી પાડી જેતપુર ઉદ્યોગનગર…

રાજકોટ જીલ્લામાં અસામાજીક તત્વોની વિરૂૂધ્ધમાં કરવાની કાર્યવાહી અનુસંધાને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહીલાનું ગેર કાયદેસર બાંધકામ તોડી પાડી જેતપુર ઉદ્યોગનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગુજરાત રાજ્યના ડી.જી.પી. ડો. કે.એલ.એન.રાવ દ્વારા ગુજરાત રાજ્યમાં રહેતા અસામાજીક કૃત્ય કરનાર ગુનેગારોની યાદી તૈયાર કરી, તાત્કાલીક તેઓની વિરૂૂધ્ધમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના કરેલ. જે અનુસંધાને રાજકોટ રેન્જના આઈજી નિર્લીપ્ત રાય અને જીલ્લાના પોલીસ અધીક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા પણ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોના રહેણાંક મકાન તથા અન્ય મિલ્કત બાબતેની ખરાઇ કરી ગેર કાયદેસર બાંધકામ કે સરકારી જમીન ઉપર દબાણ કરેલ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અન્વયે અમો જેતપુર પોલીસ મથકના પી.આઈ ડો.એમ.એમ.ઠાકોરના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.ડી.મેતા સહિતના સ્ટાફે તપાસ કરી અવાર નવાર મિલ્કત સબંધી તથા શરીર સબંધી તથા પ્રોહીબીશન તથા જુગારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓનું લીસ્ટ તૈયાર કરી મામલતદાર તેમજ જેતપુર-નવાગઢ નગરપાલીકાની ટીમ તથા તાલુકા વિકાસ અધિકારી , જેતપુરની ટીમ તથા પીજીવીસીએલની ટીમ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા, ઇસમોને તેઓના રહેણાંક મકાન/મિલ્કતના દસ્તાવેજો રજુ કરવા નોટીસ આપેલ હતી અને ગેર કાયદેસર વીજજોડાણ અંગે દંડ આપેલ હતા.અવાર નવાર પ્રોહીબીશન સબંધી ગુનામાં સંડોવાયેલ મહીલા વિલાસબેન મહીપતભાઈ ચાવડાના કબજા ભોગવટા વાળી આશરે 600 ચો.મીટર વધુની અનઅધિકૃત દબાણ વાળી મિલ્કત દુર કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *