સુત્રાપાડાના વન વિભાગનો ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરીનો પર્દાફાશ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા રાઉન્ડ હેઠળના પ્રાંચી બીટ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરી ઝડપી પાડી છે. મોડાસા ગામ નજીકથી એક બોલેરો વાહન માંથી…

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા રાઉન્ડ હેઠળના પ્રાંચી બીટ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરી ઝડપી પાડી છે. મોડાસા ગામ નજીકથી એક બોલેરો વાહન માંથી ગેરકાયદેસર લાકડાનો જથ્થો વન વિભાગે જપ્ત કરેલ છે.

ડીસીએફ અક્ષય જોશી ની સૂચના અને વેરાવળ રેન્જના ઇન્ચાર્જ આરએફઓ ધવલ વઘાસીયા ના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા રાઉન્ડની ટીમ પેટ્રોલિંગ કરી રહેલા તે દરમિયાન પ્રાંચી બીટના ગાર્ડને મોડાસા ગામ નજીક રસ્તા પર એક શંકાસ્પદ બોલેરો વાહન જોવા મળેલ તેની તપાસ કરતા તેમાં બાવળ ના લાકડાનો જથ્થો ભરેલો હોવાનું જણાયું હતું. આ લાકડાની હેરાફેરી માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાથી તેને ગેરકાયદેસર ગણી કાર્યવાહી કરવામાં આવી છે. વન વિભાગ વાહન સાથે લાકડાનો જથ્થો જપ્ત કરી બોલેરો ને સુત્રાપાડા રાઉન્ડ ઓફિસે લાવ્યું છે. પ્રાથમિક તપાસમાં ચાવડા મોઇન મહમદ હુસેન દ્વારા આ ગુનો કરતા હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે ભારતીય વન અધિનિયમ હેઠળ હેરાફેરી નો ગુનો નોંધી કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડાની કટાઈ અને હેરાફેરી સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *