કાલાવડમાં દારૂ બંધ કરાવવો હોય તો જનતારેડ કરો: ભાજપ અગ્રણીને પી.આઇ.નો જવાબ

કાલાવડ શહેર પોલીસ ને વહેલી દુકાનો બંધ ન કરાવાની રજુઆત કરવા જતાં કાલાવડ ના વકીલ પર કાલાવડ ટાઉન પોલીસ બની બેફામ. કાલાવડ શહેર માં બેફામ…

કાલાવડ શહેર પોલીસ ને વહેલી દુકાનો બંધ ન કરાવાની રજુઆત કરવા જતાં કાલાવડ ના વકીલ પર કાલાવડ ટાઉન પોલીસ બની બેફામ. કાલાવડ શહેર માં બેફામ દારૂૂ વહેંચાતા કાલાવડ ભાજપ અગ્રણી અને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. વચે થઈ બોલાચાલી.

કાલાવડ ભાજપ અગ્રણી અને જાણીતા એડવોકેટ જયેશ વાઘાણી એ કાલાવડ શહેરમાં બેફામ દારૂૂ વહેંચાતો હોય તે બાબતે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ના પી આઈ સાથે વાત કરતા પી આઈ રોષે ભરાણા અને જયેશ વાઘાણીને કીધું કે દારૂૂ બંધ કરાવવો હોય તો જનતા રેડ કરો. તો શું દારૂૂ વહેંચાતો બંધ કરવો પોલીસ ની ફરજ નથી કે પછી આ બધુ જનતા એ જ કરવાનું એવો વેધક સવાલ ઊભો થયો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંધવીએ વેપારીઓ ને મોડી રાત સુધી ધંધા રોજગાર ચાલુ રાખવાનું કહે છે તો બીજી તરફ કાલાવડ ટાઉન પોલીસ પી.આઈ.સહિત નો સ્ટાફ દાદાગીરી થી બંધ કરાવા નીકળે છે. શુ કાલાવડ પી.આઈ રાજ્ય ના ગૃહમંત્રી ના નિવેદનને અવગણા કરે છે. શુ સરકાર અને ગૃહમંત્રીની પોલીસ પરની પકડ છૂટી ગઈ છે. સરકાર ના નિર્ણય નો અમલ નથી કરતા અને કાલાવડ ટાઉન પોલીસ લાજવાને બદલે ગાજે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *