પાર્કિંગનું પેમેન્ટ કેશમાં કરશો તો રૂા.100નો વધારાનો ચાંદલો, અમદાવાદ એરપોર્ટનો ફતવો

  ડિજીટલ પેમેન્ટને પ્રમોટ કરવું એ સારી બાબત છે. પરંતું ડિજીટલ પેમેન્ટના નામે અમદાવાદ એરપોર્ટની મનમાની સામે આવી છે. અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે નવો ફતવો…

 

ડિજીટલ પેમેન્ટને પ્રમોટ કરવું એ સારી બાબત છે. પરંતું ડિજીટલ પેમેન્ટના નામે અમદાવાદ એરપોર્ટની મનમાની સામે આવી છે. અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે નવો ફતવો બહાર પાડ્યો છે. જેમાં જો વાહનચાલક રોકડમાં પાર્કિંગ ચાર્જનું પેમેન્ટ કરે તો તેને અલગથી 100 રૂૂપિયા વધારાના ચૂકવવા પડશે.

અમદાવાદ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર દરરોજ અનેક ફ્લાઈટ આવતી હોય છે, જેમાં રોજના હજારો મુસાફરોની આવનજાવન રહે છે. આવામાં મુસાફરોના વાહન પાર્કિંગ પણ થતા હોય છે. વાહનચાલકોએ પાર્કિંગના કેટલા રૂૂપિયા ચૂકવવા તેના દર પણ ઓથોરિટી દ્વારા નક્કી કરાયા છે. પરંતું હવે એરપોર્ટ ઓથોરિટીએ આ ચાર્જ ચૂકવવા માટે નવો ફતવો બહાર પાડ્યો છે.

એટલે કે, અમદાવાદ એરપોર્ટ પર બોર્ડ મારવામાં આવ્યું છે કે, જો કોઈ વાહનચાલક પાર્કિંગ ચાર્જનું પેમેન્ટ ઓનલાઈન ન કરીને કેશમાં કરે છે તો તેને 100 રૂૂપિયા વધારાવાના ચૂકવવા પડશે. ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવાના નામે રોકડ પેમેન્ટ કરવા પર અલગથી રૂપિયા 100 વસૂલવાનો નિર્ણય કરાયો છે.

નવા ફતવા મુજબ, કાર પાર્કિગનું પેમેન્ટ તમે ડિજિટલ મોડથી કરો છો તો રૂા.150 જ ચૂકવવાના રહેશે, પરંતુ જો તમે રોકડમાં પમેન્ટ કરશો તો અલગથી રૂૂા. 100 એટલે કે કૂલ રૂા. 250 ચૂકવવા પડશે. ટૂ-વ્હીલર પાર્કિંગના 50 રૂૂપિયા ચાર્જ થાય છે. પરંતું જો તેનું પેમેન્ટ રોકડમાં કરશો તો 100 રૂૂપિયા ચાર્જ આપવો પડશે, એટલે કે કુલ રૂૂ. 150 રૂૂપિયા ચૂકવવા પડશે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *