ફરિયાદીએ 1.50 લાખની સામે સોનાની બે કડલી વ્યાજખોરને આપી હતી
વિમલનગર મેઈન રોડ મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અને સવાણી કીડની હોસ્પિટલ પાસે પિતૃકૃપા નામની રેસ્ટોરન્ટ ધરાવતા દિલીપભાઈ ચીખલિયા (ઉ.વ.45)ને વ્યાજખોર દીપક જાદવભાઈ કાસુન્દ્રાએ મારકૂટ કરી, ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદમાં દિલીપભાઈએ જણાવ્યું છે કે છ મહિના પહેલા મિત્ર એવા આરોપી પાસેથી ધંધા માટે રૂૂા. 1.50 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતાં. બદલામાં પત્ની ધરતીબેનની સોનાની બે કડલી ગિરવે મૂકી હતી. દર મહિને આરોપીને રૂૂા. 7500 વ્યાજ પેટે ચૂકવતા હતા. પાંચ મહિના સુધી રૂૂા. 37,500 વ્યાજ પેટે ચૂકવ્યા હતાં.
ગઇ તા. 1ના રોજ રાત્રે રેસ્ટોરન્ટ હાજર હતા ત્યારે આરોપી કાર લઈને આવ્યો હતો અને તેને બોલાવતા ગયા હતાં.આરોપીએ આ મહિનાના વ્યાજ અને મૂડીનું શું થયુ તેમ પૂછતાં કહ્યું કે હાલ મારી પાસે મૂડી નથી, વ્યાજ આપી દઈશ. આ બાબત આરોપીને સારી નહીં લાગતા ઝગડો કરી, ગાળો ભાંડવાનું શરૂૂ કર્યું હતું. એટલું જ નહીં એમ પણ કહ્યું કે તારાથી પૈસા મેળ ન થાય તો તારી ઘરવાળીને મૂકી જા. જેથી આરોપીને આવી ખરાબ વાતો કરવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ કારમાં બેઠા-બેઠા તેના મોઢા અને માથાના ભાગે ત્રણેક ઢીકા મારી દીધા હતા.
