વગર ટિકિટે રેલ ગાડીમાં ચડયા તો મિનિમમ 500નો દંડ

ભારતીય રેલવેના ટિકિટ વિનાના મુસાફરો માટે મુશ્કેલી વધી છે. અધિકારીઓએ ટિકિટ વિનાની મુસાફરી પરના ન્યૂનતમ દંડને બમણો કરીને ₹250માંથી ₹500 કરી દીધો છે. આ નવો…

ભારતીય રેલવેના ટિકિટ વિનાના મુસાફરો માટે મુશ્કેલી વધી છે. અધિકારીઓએ ટિકિટ વિનાની મુસાફરી પરના ન્યૂનતમ દંડને બમણો કરીને ₹250માંથી ₹500 કરી દીધો છે. આ નવો નિયમ 20 જૂન, 2026થી અમલમાં આવી ગયો છે.

જાન વિશ્વાસ અધિનિયમ-2026 હેઠળ રેલવે અધિનિયમ-1989ની કલમ 137 અને 138 અનુસાર આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ પગલું અનધિકૃત મુસાફરીને રોકવા અને રેલવે સેવાઓને વધુ સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે. માત્ર મે મહિને સેન્ટ્રલ રેલવે ઝોનમાં જ 4.96 લાખ ટિકિટ વિનાના મુસાફરો પાસેથી ₹40.85 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

અન્ય વ્યક્તિની ટિકિટ પર મુસાફરી કરનારને ટિકિટ જપ્ત કરીને કિરાયો, વધારાનો ચાર્જ અને ₹500નો દંડ ભરવો પડશે. ટ્રેન અને સ્ટેશન પર અનધિકૃત વેચાણ (હોકિંગ) અને ભિક્ષા માટે ₹2000નો દંડ અને પુનરાવર્તન પર એક વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. અન્ય મુસાફરોને તકલીફ પહોંચાડવા, ગાળો ગાળવા કે અવ્યવસ્થા સર્જવા પર ₹1000નો દંડ થઈ શકે છે. નશામાં ધૂત મુસાફરને ટ્રેનમાંથી ઉતારી શકાશે. વળી પ્રતિબંધિત અથવા જોખમી વસ્તુઓ લઈ જવા પર ન્યૂનતમ ₹10,000નો દંડ થઈ શકે છે.

આ પગલાંથી રેલવે વ્યવસ્થાને વધુ સુધારવા અને અનુશાસન જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટિકિટ વિનાની મુસાફરી ખાસ કરીને અનરિઝર્વ્ડ જનરલ કોચમાં વ્યાપક સમસ્યા છે. રેલવે અધિકારીઓએ પેસેન્જરોને IRCTC એપ અથવા સ્ટેશન પરથી ટિકિટ લેવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *