જ્ઞાન સહાયકના દસ્તાવેજોની ચકાસણી માટે ઉમેદવારોની રઝળપાટ

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લાઈનો લાગી, વ્યવસ્થાના અભાવે ભારે અંધાધૂંધી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આજે જ્ઞાન સહાયકની ભરતી અને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા…

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લાઈનો લાગી, વ્યવસ્થાના અભાવે ભારે અંધાધૂંધી

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આજે જ્ઞાન સહાયકની ભરતી અને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સવારના 9 વાગ્યાથી ઉમેદવારો કચેરીએ પહોંચી ગયા હતા, પરંતુ લાંબા સમય સુધી કોઈ પણ જવાબદાર અધિકારી હાજર ન થતા અને પાયાની સુવિધાઓના અભાવે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

કચેરીમાં નવી ભરતી માટે આવેલા ઉમેદવારો તેમજ કરાર રિન્યુ કરાવવા આવેલા ઉમેદવારોને એકસાથે બોલાવી લેવામાં આવતા કચેરીમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે કચેરીમાં પંખા કે પીવાના પાણી જેવી સામાન્ય સુવિધાઓનો પણ અભાવ છે. બેસવાની વ્યવસ્થા ન હોવાથી ઉમેદવારોએ જાતે જ બેન્ચો ગોઠવવી પડી હતી. એક ઉમેદવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમને સવારે 9:00 વાગ્યે બોલાવ્યા હતા પરંતુ હજુ સુધી દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી નથી. ” ઉમેદવારોએ વહીવટી તંત્રની આ પ્રકારની બેદરકારી સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *