દારૂબંધી હટે તો ગુજરાતને 30 હજાર કરોડની આવક !

રાજકોટમાં તાજેતરમાં ચકચાર જગાવનારા મહેફિલકાંડ બાદ ગુજરાતમાં દારૂૂબંધીના અમલ અને તેની ઉપયોગિતા અંગે ફરી ચર્ચા તેજ બની છે. આ વિવાદ વચ્ચે બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિક…

રાજકોટમાં તાજેતરમાં ચકચાર જગાવનારા મહેફિલકાંડ બાદ ગુજરાતમાં દારૂૂબંધીના અમલ અને તેની ઉપયોગિતા અંગે ફરી ચર્ચા તેજ બની છે. આ વિવાદ વચ્ચે બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિક પટેલનો વધુ એક સોશિયલ મીડિયા વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે ગુજરાતમાંથી દારૂૂબંધી હટાવવાની ખુલ્લેઆમ હિમાયત કરી છે. દારૂૂબંધી હટાવવાથી રાજ્યના અર્થતંત્રને મોટો ફાયદો થઈ શકે તેવો દાવો કરતાં તેમણે વાર્ષિક રૂૂ. 30 હજાર કરોડની આવકનો અંદાજ રજૂ કર્યો છે.

ધ્રુવિક પટેલે પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂૂબંધીનો કાયદો હોવા છતાં તેના અમલ અંગે વારંવાર સવાલો ઊઠી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારે વ્યવહારુ અભિગમ અપનાવવાની જરૂૂર છે. તેમના જણાવ્યા અનુસાર, જો ગુજરાતમાંથી દારૂૂબંધી સત્તાવાર રીતે હટાવવામાં આવે તો સરકારને ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટી મારફતે વાર્ષિક અંદાજે રૂૂ. 30,000 કરોડની આવક થઈ શકે છે.

ધ્રુવિક પટેલે દાવો કર્યો હતો કે આ આવકનો ઉપયોગ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આધુનિક સરકારી શાળાઓ અને ગરીબો માટે નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવતી હોસ્પિટલો તથા દવાખાનાં શરૂૂ કરવા માટે થઈ શકે છે. વીડિયોમાં પોતાના વિચારો રજૂ કરતાં ધ્રુવિક પટેલે કહ્યું હતું કે, મારો સ્પષ્ટ અને અંગત મત છે કે ગુજરાતમાંથી હવે દારૂૂબંધી સદંતર હટી જવી જોઈએ.

તેમણે સમાજના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ અને યુવાનોને દારૂૂબંધીની જમીની હકીકત અંગે પોતાના મંતવ્યો સરકાર અને સમાજ સમક્ષ ખુલ્લેઆમ રજૂ કરવા આહ્વાન કર્યું હતું. તેમના મતે, દારૂૂબંધી અંગેની નીતિ પર ફરી વિચારણા કરવાનો સમય આવી ગયો છે અને આ મુદ્દે સમાજમાં ખુલ્લી ચર્ચા થવી જોઈએ.

બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખે દાવો કર્યો હતો કે દારૂૂબંધી હટાવવાથી ગુજરાતના હોટેલ, હોસ્પિટાલિટી, ટુરિઝમ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટો વેગ મળી શકે છે. ગુજરાતના નાગરિકો પડોશી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જઈને જે નાણાં ખર્ચે છે, તે જ મૂડી રાજ્યના સ્થાનિક બજારમાં ફરતી થઈ શકે છે. પરિણામે નાના-મોટા વેપારીઓ અને ધંધાર્થીઓને પણ આર્થિક લાભ મળી શકે છે. દારૂૂબંધી હટાવવાથી બહારના રાજ્યોમાંથી આવતા ઉદ્યોગપતિઓ, પ્રવાસીઓ અને રોકાણકારો માટે ગુજરાતમાં વધુ સાનુકૂળ વાતાવરણ ઊભું થઈ શકે છે. રાજકોટના મહેફિલકાંડ બાદ દારૂૂબંધીના કાયદાના અમલ અને તેની અસરકારકતા અંગે વિવિધ વર્તુળોમાં ચર્ચા શરૂૂ થઈ છે. ધ્રુવિક પટેલના નિવેદનથી આ ચર્ચાને વધુ વેગ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *