જસદણનાં કોઠી ગામે રહેતા યુવાન સાથે 7 જેટલા શખસોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણ તાલુકાના કોઠી ગામે રહેતા મહેશ ચનાભાઈ પરમાર નામનો 30 વર્ષનો યુવાન રાત્રિના સમયે પોતાના ઘર પાસે હતો ત્યારે અમીત રાણા, જયપાલ પરમાર, આશીષ પરમાર અને વિપુલ સોલંકી સહિતના ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભચાવના માનસરોવર ખાતે મજુરી અર્થે આવેલા પપ્પુ રામજીભાઈ ચૌધરી નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે મિત્રો સાથે દારૂ પીધા બાદ દારૂના નશામાં ડખ્ખો થયો હતો. જે દરમિયાન મિત્રોએ નશામાં માર માર્યો હતો. માર અને દારૂના નશામાં બેભાન હાલતમાં પડેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
