25-50 લાખ ઓછા કરૂ તો ચૂંટણી બિનહરીફ થઇ જાય, બધા વેચાવાના પેટના છે: પબુભા

ઓખા નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેકનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ ચૂંટણીનો માહોલ ઊભો કરવા માટે કલાકારોને પ્રચારમાં…

ઓખા નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેકનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ ચૂંટણીનો માહોલ ઊભો કરવા માટે કલાકારોને પ્રચારમાં લાવવાની વાત કરતા સંભળાય છે. આ દરમિયાન તેમણે ઉમેદવારોની સંખ્યા અને ચૂંટણી બિનહરીફ થવા અંગે નાણાંનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, વીડિયોમાં કરવામાં આવેલા આ દાવાઓને હાલ કોઈ સ્વતંત્ર પુરાવાથી સમર્થિત કરવામાં આવ્યા નથી.

વાયરલ વીડિયોમાં પબુભા માણેક કહેતા સંભળાય છે કે, જો તેઓ 25થી 50 લાખ રૂૂપિયા ઓછા કરવા ધારે તો ચૂંટણી બિનહરીફ થઈ શકે છે અને ત્યારબાદ ’બધા વેચાવાના પેટના છે’ જેવી ટિપ્પણી કરે છે. સાથે જ તેઓ ચૂંટણી યોજાવી જરૂૂરી હોવાનું અને લોકશાહી જાળવવી જરૂૂરી હોવાનું પણ કહે છે. આ નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ ઓખા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા અંગે રાજકીય ચર્ચા તેજ બની છે.

ભાષણમાં પબુભા માણેકે એવો પણ દાવો કર્યો હતો કે કોઈ વ્યક્તિએ તેમને ફોન કરીને ઓખામાં ઉમેદવારો ન મળતા હોવાની વાત કરી હતી. આ સમગ્ર નિવેદન કયા ચોક્કસ સંદર્ભમાં અને કયા કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું તેની સત્તાવાર પુષ્ટિ હાલ ઉપલબ્ધ નથી. પબુભા માણેકના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઓખા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ચર્ચા શરૂૂ થઈ છે. ખાસ કરીને ચૂંટણી બિનહરીફ કરાવવા માટે નાણાંની જરૂૂરિયાત હોવાના તેમના દાવાને લઈને સવાલો ઊભા થયા છે.

જોકે, વીડિયોમાં કરવામાં આવેલા દાવાને આધારે વાસ્તવમાં કોઈ ઉમેદવાર સાથે નાણાકીય વ્યવહાર થયો હોવાનું માનવું યોગ્ય નથી. પબુભા માણેક તરફથી આ નિવેદન અંગે સત્તાવાર સ્પષ્ટતા અથવા સંપૂર્ણ સંદર્ભ સામે આવે ત્યાર બાદ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *