જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં મહાશિવરાત્રીએ હકડે ઠઠ જનમેદની ઉમટી, ભોજન, ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લાખો લોકોએ પુણ્યનું ભાથુ બાધ્યું
અખાડા ખાતે ગોલા પૂજન બાદ જૂનાગઢથી સાધુ-સંતો જૂનાગઢ ભવનાથ ક્ષેત્રથી વિદાઈ લઈ સત્તાધાર અને પરબ તરફ પ્રયાણ કરશે
ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગત્ 26.ફેબ્રુઆરીના શનિવાર થી શરૂૂ થયેલા મહાશિવરાત્રિના મેળાનો ગઈ કાલે વિધિવત રીતે પૂર્ણ થયો હતો મહાશિવરાત્રી દિવસ એટલે છેલો દિવસ એટલેકે મહાશિવરાત્રી સુધી ચાલનારા આ મેળાને માણવા માટે લાખોની સંખ્યામાં યાત્રિકો નો પ્રવાહ જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્ર ખાતે એકત્રિત થયો હતો મેળામાં આવેલા ભાવિકોની સુરક્ષા માટે પોલીસ પણ ડ્રોન અને સીસીટીવીથી ગુનેગારોને સતત શોધતી ચાંપતી નજર રાખી હતી.
જૂના અખાડાના સંરક્ષણ મંત્રી તેમજ ભવનાથ મંદિર ના મહંત હરિગિરિ બાપુ, તેમજ ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અધિકારીઓ અને પદાધિકારીઓ ની હાજરીમાં વિધિવત્ રીતે મેળાનો પ્રારંભ થયો હતો મેળામાં ભવનાથ ક્ષેત્રમાં લાખો ની સંખ્યા માં માનવમહેરાણમ ઉમટી પડ્યું હતું.પાંચ દિવસીય મેળામાં લાખો લોકો એ પહોચી ધર્મલાભ લીધો હતો.
શિવરાત્રિની રાત્રિએ સાધુ-સંતોની ભવ્ય રવાડી નીકળ્યા બાદ મેળાને પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો તેમ જ ભવનાથ ક્ષેત્રમાં આવેલા અલગ અલગ અખાડાના આગેવાન સાધુ સંતોએ દિગંબર સાધુઓની વિદાય તેમજ ભંડારાઓની વ્યવસ્થા શરૂૂ કરી હતી
શનિવારથી શરૂૂ થયેલા મહાશિવરાત્રિના મેળામાં દિગંમ્બર સાધુઓ પોતાની ધૂણીઓ ધખાવી ભાવિક ભકતો ને અલૌકિક દર્શન આપે છે મેળાને માણવા દૂર દૂરથી આવેલા ભાવિકો માટે સેવાભાવીઓ પણ આવી હરીહરની હાકલ પાડી સેવાની ધૂણી ધખાવી છે.
અહીં આવતા ભાવિકો માટે ભક્તિની સાથે ભોજન અને ભજનની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી ભાવિકો માટે ઠેર ઠેર લગભગ 150, જેટલા અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે.
તો સાથે રાત પડતા જ સાહિત્ય સભર લોકડાયરાની રંગત પણ જામેછે ભવનાથમાં શિવરાત્રિએ નીકળતી સાધુ-સંતોની રવેડી જોવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટયા હતા રવાડી જુના અખાડા પાસેથી નીકળી નિયત રૂૂટ પર થઈને ભવનાથ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં મૃગીકુંડ ખાતે દિગંબર સાધુઓનું શાહી સ્નાન બાદ ભવનાથ મહાદેવ ની મહાપુજા તેમજ મહા આરતી થઈ હતી જેમાં પણ અસંખ્ય જનમેદની એ ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી