કાતિલ ઠંડીને કારણે મેં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ રોકાવ્યું: ટ્રમ્પ

એક સપ્તાહ માટે યુદ્ધ વિરામની અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કરી જાહેરાત: આગળના તબક્કાની વાટાઘાટો રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને…

એક સપ્તાહ માટે યુદ્ધ વિરામની અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કરી જાહેરાત: આગળના તબક્કાની વાટાઘાટો રવિવારે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સામેના હુમલાઓને એક અઠવાડિયા માટે રોકવા માટે સંમત થયા છે. આ વિરામ યુદ્ધવિરામ (Ceasefire) તરફ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે અને બન્ને પક્ષે વાટાઘાડો માટે અવકાશ પુરો પાડી શકે છે.

ટ્રમ્પે જણાવ્યું કે આ નિર્ણયનું મુખ્ય કારણ આ વિસ્તારમાં ભારે ઠંડી છે. ટ્રમ્પે કહ્યું, “ખૂબ જ ઠંડી છે મેં વ્યક્તિગત રીતે પુતિનને કિવ અને અન્ય શહેરો પર ગોળીબાર ન કરવા કહ્યું. પુતિન રોકવા માટે સંમત થયા. તે ખૂબ સારું હતું.” ટ્રમ્પના મતે, આ વિરામ યુદ્ધવિરામ (Ceasefire) તરફ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે. ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદથી તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ સ્થાપિત કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમના પ્રયાસોના પરિણામે યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાનીમાં અમેરિકા, રશિયા અને યુક્રેન વચ્ચે ત્રિપક્ષીય બેઠકો પણ યોજાઈ ચૂકી છે. આ બેઠકોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ ટ્રમ્પના ખાસ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરે કર્યું હતું. આગામી રાઉન્ડની મહત્વપૂર્ણ વાટાઘાટો 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાવાની છે.

અમેરિકા અને યુક્રેને યુદ્ધવિરામ (Ceasefire)માટે એક “20-મુદ્દાની યોજના” તૈયાર કરી છે, જેના પર રશિયા સાથે ચર્ચા ચાલી રહી છે. જોકે, રશિયાએ હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી. અહેવાલો અનુસાર, યુદ્ધવિરામ(Ceasefire) માં સૌથી મોટો અવરોધ યુક્રેનના પૂર્વીય પ્રદેશો, ખાસ કરીને ડોનબાસ વિસ્તારનો મુદ્દો છે. કહેવાય છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર યુક્રેન પર દબાણ કરી રહ્યું છે કે તે ડોનબાસ ક્ષેત્ર રશિયાને સોંપે, અને તેના બદલામાં સુરક્ષા ગેરંટી આપવામાં આવશે. પરંતુ યુક્રેન સરકારે હજુ સુધી આ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી.

યુરોપિયન યુનિયને ભારતને પણ રશિયા પર દબાણ લાવવા વિનંતી કરી છે. ઊઞના વિદેશ બાબતો અને સુરક્ષા નીતિના ઉચ્ચ પ્રતિનિધિ કાજા કલ્લાસે ભારત-રશિયા સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત પુતિન પર યુદ્ધ રોકવા માટે અસરકારક દબાણ કરી શકે છે. આ નિવેદન ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર બાદ આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *