મને આ ટેક્નોલોજી અંગે ખબર નથી, હું શું કહું

  મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં જે રીતે યશસ્વી આઉટ થયો હતો, તેની વિકેટ પર ઘણો…

 

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં જે રીતે યશસ્વી આઉટ થયો હતો, તેની વિકેટ પર ઘણો હંગામો થયો હતો. ઓન-ફીલ્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો ન હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ડીઆરએસ લીધા બાદ થર્ડ અમ્પાયરે નિર્ણયને પલટી નાખ્યો હતો. જો કે, રિપ્લે દર્શાવે છે કે સ્નિકો મીટર પર કોઈ સ્પાઇક નથી, પરંતુ યશસ્વીને આંખના ડિફ્લેક્શનના આધારે આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણય પર ચાહકોથી લઈને દિગ્ગજો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હાર બાદ, કેપ્ટન રોહિતએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જ્યારે રોહિતને યશસ્વી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મને આ ટેક્નોલોજી વિશે ખબર નથી, હું શું કહું. રોહિતે વધુમાં કહ્યું કે આંખોથી જોવામાં ડિફેલ્કિશન દેખાઈ રહ્યું હતું. ટેક્નોલોજીનો કોઈ ઉપયોગ નહોતો. હું એટલું કહેવા માંગુ છું કે અમે કમનસીબ રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *