બેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાત

  યાત્રાધામ વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેજસ કાંતિભાઈ સગર નામના યુવકે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને…

 

યાત્રાધામ વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેજસ કાંતિભાઈ સગર નામના યુવકે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આપઘાત કર્યા હોવાની માહિતી સામે આવી છે.

મૃતક યુવક વિશે મળતી માહિતી અનુસાર, 45 વર્ષીય મૃતક તેજસ કાંતિભાઈ સગર મૃતક મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનો રહેવાસી છે તેણે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હોવાની માહિતી પણ સામે આવી છે.
ઘટનાની જાણ થતા વીરપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તેમજ વીરપુર પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂૂ કરી છે. સૂત્રો અનુસાર બાબા ગેસ્ટ હાઉસમાં બનેલ આ આપઘાતનો બનાવ બપોરે 12 વાગ્યાના અરસામાં સામે આવ્યો હતો.

મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,(ધંધો) બેરોજગારને કારણે આપઘાત કરું છું જોકે આ બનાવ અંગે વધુ તપાસ વીરપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ ચૌહાણ કરી રહ્યા છે. આ બનાવ બાદ ગેસ્ટ હાઉસ અને હોટલો પણ ચર્ચાનો વિષય બન્યા છે. નોંધનીય છે કે, પથીક એપ્લિકેશનમાં હોટેલ સંચાલકો હોટેલમાં રોકાયેલ લોકોની એન્ટ્રી કરવાની હોય છે પણ વીરપુરની ઘણી ખરી હોટલોમાં રોકાણકારોની એન્ટ્રી થતી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ રૂૂરલ જઘૠ બ્રાન્ચ દ્વારા જો તપાસ કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની ઘણી ખરી હોટલોના અનેક કારનામા બહાર આવે તેમ છે. તંત્ર દ્વારા તપાસ થાય તો અનેકના તપેલા ચડી જાય તેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *