Hypertension : યુવાનો માટે સૌથી ખતરનાક મૌન શત્રુ

આજના દોડતા યુગમાં લોકો સફળતા પાછળ જેટલા વ્યસ્ત થઈ રહ્યા છે તેટલા જ આરોગ્યને પાછળ ધકેલી રહ્યા છે. મશીનો ચલાવતા ચલાવતા પોતે પણ મશીન બનવા…

આજના દોડતા યુગમાં લોકો સફળતા પાછળ જેટલા વ્યસ્ત થઈ રહ્યા છે તેટલા જ આરોગ્યને પાછળ ધકેલી રહ્યા છે. મશીનો ચલાવતા ચલાવતા પોતે પણ મશીન બનવા લાગ્યા છે. લાંબા ગાળે જો શરીર જ સાથ નહીં આપે તો આ સફળતાનું શું મૂલ્ય? દર વર્ષે 17 મેંના રોજ ઉજવાતો વિશ્વ હાઈપરટેન્શન દિવસ આપણને આ જ કડવી હકીકત દર્શાવે છે કે સમય હજુ વીત્યો નથી, જાગી જાવ. “જાગ્યા ત્યાંથી સવાર” કરીને રોજનો તમારા શરીર અને આરોગ્ય માટે પણ સમય અવશ્ય કાઢો. કારણકે, “પહેલું સુખ તે જાતે નર્યા.”

સૌથી વધુ વકરતો રોગ એટલે જ હાઈપરટેન્શન છે. કારણકે આપણી જીવનશૈલીમાં આવેલા બદલાવો, અનિયમિત ખોરાક, વધુ મીઠું, ફાસ્ટફૂડ, ઊંઘની અછત ઉપરાંત સતત મોબાઈલ અને સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ તેમજ વધતો માનસિક તણાવ આ બધું જ હાઈપરટેન્શનને આમંત્રણ આપે છે. આપણા જીવનમાં કામની સાથે સાથે શરીર અને મનને પણ વધુ ગંભીરતાથી સમજવાની અત્યંત જરૂૂર છે. ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાયા વગર પણ શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. હૃદયરોગ, સ્ટ્રોક કે કિડનીની સમસ્યાઓ જેવી ગંભીર પરિસ્થિતિઓનું મૂળ પણ હાઈપરટેન્શન બની શકે છે.

તંદુરસ્તી આપણા જીવનમાં કેટલી જરૂૂરી છે એ બધાએ જીવનમાં જાણવું ખૂબ જરૂૂરી છે. આ માટે એક નહીં પણ અનેક ઉદાહરણો પણ આપણી સામે જ છે. એક તો છે રાકેશ ઝુનઝુનવાલા. એ એક ભારતીય અબજોપતિ રોકાણકાર, સ્ટોક વેપારી અને અભ્યાસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. શરૂૂઆત 5000 રૂૂપિયાની મૂડીથી રોકાણ કરનાર વ્યક્તિની, મૃત્યુ સમયે, તેમની અંદાજિત નેટવર્થ 5.8 બિલિયન ડોલર હતી.

તેમને “ભારતના મોટા બૂલ” તરીકે ઓળખવામાં આવતા હતા. પરિણામે તેઓ વિશ્વના 438માં ધનિક વ્યક્તિ તો બની ગયા, પરંતુ પોતાની 62 વર્ષની ઉંમરે જ તંદુરસ્તી સબંધિત સમસ્યાઓના લીધે 2022માં મુંબઈની પ્રખ્યાત હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા.

બિલિયેનોર વ્યક્તિને પણ જો પૈસો બચાવી ના શકતો હોય તો જરા વિચારો, સામાન્ય લોકોની શું હાલત થાય, જો તંદુરસ્તી સામે આંખ મીચોલી કરે તો. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે વારસા માટે મિલકત જ ભેગી કરતા રહેશું અને સ્વાસ્થ્ય પ્રત્યે જરા પણ કાળજી નહીં રાખીએ તો રાકેશ ઝુનઝુનવાલા જેવું થઈ શકે છે. તેમણે દુનિયાની બધી જ કંપનીઓમાં રોકાણ કર્યું અને ત્યાંથી આવક પણ અઢળક થઈ, પરંતુ પોતાના શરીર કે સ્વાસ્થ્ય પર બિલકુલ રોકાણ ના કર્યું, એટલે કે તંદુરસ્તી માટે સમય જ ના ફાળવ્યો. પરિણામે અબજોપતિ તો બની ગયા, પણ જીવવા માટે શ્વાસ ખરીદી ના શક્યા.

આજે બજારમાં મળતા શાકભાજી, અનાજ, કઠોળ, ફળો કે દૂધની ચીજોમાં એટલી બધી મિલાવટ વધી રહી છે કે, પૈસાદાર વ્યક્તિ પણ શુદ્ધ આહાર ખરીદી શકે તેમ નથી. બેઠાડું જીવન અને ખોરાક પ્રત્યેની બેદરકારીએ માણસોને ડાયાબિટીસ, બીપી કે થાઈરોડ જેવી લાંબાગાળાની જીવલેણ બીમારીઓએ ભરડો લઈ લીધો છે. ઉપરાંત પ્રાઈવેટ કંપનીઓ ટાર્ગેટ પૂરા કરવાના લીધે કર્મચારીઓ ઉપર એટલું બધું દબાણ આપતા હોય છે કે, લોકો દિવસ-રાત જોયા વગર કામ કરતા રહેતા હોય છે. કામનું દબાણ, મોંઘવારી, દુનિયા સાથે તાલ મિલાવવા અઢળક ખર્ચાઓ પૂરા કરવા મનને ત્રાસ આપવા લાગે છે. પરિણામે આવી ભયંકર બીમારીઓ ક્યારે ઘર કરી જાય છે એ પણ ખબર પડતી નથી.

સોશ્યિલ મીડિયાનો વધુ પડતો વપરાશ પણ આવી ભયાનક તકલીફો આપી શકે છે. કારણકે આજે લાખો ફોલોઅર્સની વચ્ચે રહેતો માણસ પોતાની આસપાસની દુનિયામાં એકલો જ હોય છે. આ એકલાપણું જ માણસને અંદરથી કોરી ખાય છે. જાહેરમાં થતા કાર્યક્રમો કે નવી પ્રવૃતિઓમાં અસક્રિયતાના લીધે સ્ટ્રેસ અનુભવવા લાગે છે. નાની વયે થતો સૌથી ભયંકર રોગ એટલે જ હાઈપરટેન્શન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *